કેનેડા પોલીસની મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં સામેલ સિદ્ધુ મૂસેવાલાની હત્યાનો માસ્ટર માઈન્ડ ગોલ્ડી બરાર

May 02, 2023

નવી દિલ્હી, : પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યાનો માસ્ટરમાઈન્ડ ગોલ્ડી બરારનું હવે કેનેડિયન પોલીસથી બચવું મુશ્કેલ બની ગયું છે. ટોરોન્ટો પોલીસે તાજેતરમાં દેશના ટોપ 25 મોસ્ટ વોન્ટેડ અપરાધીઓની યાદી જાહેર
કરી છે. આ લિસ્ટમાં ગોલ્ડી બરાર 15મા સ્થાને છે. પોલીસે બરારની પ્રોફાઈલને રેડ કોર્નર નોટિસ સાથે ટેગ કરી છે જેમાં જણાવ્યું છે કે, તે ભારત સરકાર દ્વારા હત્યા, હત્યાનો પ્રયાસ, ગુનાહિત કાવતરું અને ગેરકાયદેસર
હથિયાર સપ્લાય માટે વોન્ટેડ છે. આ સાથે પોલીસે ગોલ્ડી બરાર સહિત 25 ગુનેગારોની માહિતી આપનાર વ્યક્તિને 7 લાખ 50 હજાર યુએસ ડોલરનું ઈનામ આપવાની જાહેરાત કરી છે.

રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ (RCMP)ના કહેવા પર ગોલ્ડી બરારને આ યાદીમાં સામેલ કરવામાં આવ્યો છે. કેનેડા પોલીસે ગોલ્ડી બરાર પર ઈન્ટરપોલના આદેશ પર આ કાર્યવાહી કરી છે. ગોલ્ડી બરારને કેનેડા
સરકાર દ્વારા બી ઓન ધ લુકઆઉટ (BOLI) લિસ્ટમાં રાખવામાં આવ્યો છે.

તાજેતરમાં જ NIAએ ગોલ્ડી બરાર અને તેના સહયોગીઓ લોરેન્સ બિશ્નોઈ, અનમોલ બિશ્નોઈ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. જેમાં તેના આતંકવાદી સંગઠનો સાથે સંબંધ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

ભારત સરકારે ગેંગસ્ટર ગોલ્ડી બરારને લઈને કેનેડા સરકાર સામે અનેક વખત આ મુદ્દો ઉઠાવ્યો છે. ભારત સરકારે કેનેડા સરકારને અનેક વખત કહ્યું છે કે, તેઓ ભારત વિરુદ્ધ ન કરવા દે. 

29 મે, 2022 ના રોજ જ્યારે પંજાબના ગાયક સિદ્ધુ મૂસેવાલાની માનસામાં હત્યા કરવામાં આવી હતી ત્યારે ગેંગસ્ટર ગોલ્ડી બરાર હુમલાની જવાબદારી સ્વીકારનાર પ્રથમ વ્યક્તિ હતો. બરાર પર આરોપ છે કે, તેણે કેનેડામાં
બેસીને મુસેવાલાની હત્યાની આખી સ્ટોરી લખી હતી. તે સતત સૂચના આપી રહ્યો હતો અને શૂટરોને ઘટનાને અંજામ આપવામાં મદદ કરી રહ્યો હતો.