હું દુનિયાનો ધનવાન વ્યક્તિ છું, આજે માતૃશક્તિના મહાકુંભમાં મને આશીર્વાદ મળ્યા છે: PM મોદી
March 08, 2025

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શુક્રવારથી બે દિવસીય ગુજરાતના પ્રવાસે છે, ત્યારે આજે મહિલા દિવસના અવસર પર ગુજરાતના નવસારી પહોંચ્યા હતા. નવસારીમાં મહિલાઓને સંબોધિત કરતાં તેમણે કહ્યું હતું કે 'આજે મહિલાઓ પાસેથી પ્રેરણા લઇને શીખવાનો દિવસ છે. આ દિવસે હું ગર્વથી કહી શકું છું કે હું દુનિયા સૌથી ધનવાન વ્યક્તિ છું કારણ કે મારી જીંદગીના એકાઉન્ટમાં કરોડો માતા-બહેનોના આશીર્વાદ છે, જે સતત વધતા જાય છે. વડાપ્રધાને આગળ કહ્યું કે 'આપણા શાસ્ત્રોમાં નારીને નારાયણી કહેવામાં આવી છે. નારીનું સન્માન સમાજ અને દેશના વિકાસની પ્રથમ સીડી હોય છે, એટલા માટે વિકસિત ભારત બનાવવા માટે, ભારતના ઝડપી વિકાસ માટે આજે ભારત વિમેન લેન્ડ ડેવલોપમેન્ટના માર્ગ પર ચાલી રહ્યું છે. નરેન્દ્ર મોદીએ કહ્યું '2024 પછી અત્યાર સુધી લગભગ 3 કરોડ મહિલાઓ ઘરની માલિક બની ચૂકી છે. આજે આખી દુનિયામાં જળ જીવન મિશનની પણ ખૂબ ચર્ચા છે. જળ જીવન મિશન દ્વારા આજે દેશના ગામડે ગામડે પાણી પહોંચી રહ્યું છે.' અમારી સરકાર મહિલાઓના જીવનમાં સન્માન અને સુવિધા બંનેને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે. અમે કરોડો મહિલાઓ માટે શૌચાલય બનાવીને તેમનું સન્માન વધાર્યું. વડાપ્રધાન મોદીએ કહ્યું કે 'અમે કરોડો મહિલાઓના બેન્ક એકાઉન્ટ ખોલાવીને તેમને બેકિંગ વ્યવસ્થા સાથે જોડી, ઉજ્જવલા સિલિન્ડર આપીને તેમને ધુમાડાની તકલીફમાંથી મુક્તિ આઅવી. ત્રણ તલાક વિરૂદ્ધ કડક કાયદો બનાવીને અમારી સરકારે લાખો મુસ્લિમ બહેનોનું જીવન નષ્ટ થતું બચાવ્યું. જ્યારે કાશ્મીરમાં આર્ટિકલ 370 લાગૂ હતી, તો ત્યાંની બહેનો-દિકરીઓ ઘણા અધિકારોથી વંચિત હતી. જો તે રાજ્યની બહાર અન્ય કોઇ સાથે લગ્ન કરી લેતી હતી, તો તે ખાનદાની સંપત્તિ મેળવવાનો તેમનો અધિકાર છિનવાઇ જતો હતો.' નરેન્દ્ર મોદીએ કહ્યું કે 'રાજકારણનું મેદાન હોય કે રમતનું મેદાન, ન્યાયપાલિકા હોય કે પછી પોલીસ, દેશના દરેક સેક્ટરમાં મહિલાઓનો પરચમ લહેરાય રહ્યો છે. 2014 પછી દેશના મહત્વપૂર્ણ પદો પર મહિલાઓની ભાગીદારી ઝડપથી વધી છે. 2014 પછી જ કેન્દ્ર સરકારમાં સૌથી વધુ મહિલા મંત્રી બની. સંસદમાં પણ મહિલાઓની હાજરીમાં વધારો થયો. 18મી લોકસભામાં 74 મહિલા સાંસદ લોકસભાનો હિસ્સો છે. ન્યાયપાલિકામાં મહિલાઓની ભાગીદારી એટલી જ વધી છે.'
Related Articles
બેંગ્લુરુ એરપોર્ટ પર દુબઈથી 4 કિલો સોનું લાવતો અંધજન પકડાયો
બેંગ્લુરુ એરપોર્ટ પર દુબઈથી 4 કિલો સોનું...
Mar 09, 2025
'મહિલાઓને એક હત્યાની છૂટ હોવી જોઈએ', શરદ પવારની પાર્ટીના મહિલા નેતાનો રાષ્ટ્રપતિને પત્ર
'મહિલાઓને એક હત્યાની છૂટ હોવી જોઈએ', શરદ...
Mar 09, 2025
'હાલની રાજનીતિમાં ટિકિટ ફાળવણીમાં જ્ઞાતિનું મહત્ત્વ વધ્યું', ગોરધન ઝડફિયા
'હાલની રાજનીતિમાં ટિકિટ ફાળવણીમાં જ્ઞાતિ...
Mar 09, 2025
ભારતીય વાયુસેનાનું બીજું વિમાન ક્રેશ, પ.બંગાળમાં ઈમરજન્સી લેન્ડિંગ વખતે સર્જાઈ દુર્ઘટના
ભારતીય વાયુસેનાનું બીજું વિમાન ક્રેશ, પ....
Mar 08, 2025
હવે હાથમાં નહીં આવે લલિત મોદી? 3 લાખની વસતી ધરાવતા ટચૂકડા દેશની અપનાવી નાગરિકતા
હવે હાથમાં નહીં આવે લલિત મોદી? 3 લાખની વ...
Mar 08, 2025
Trending NEWS

નોબેલ શાંતિ પુરસ્કાર માટે ટ્રમ્પ સહિત 338 દાવેદાર...
08 March, 2025

ભારતીય વાયુસેનાનું બીજું વિમાન ક્રેશ, પ.બંગાળમાં ઈ...
08 March, 2025

હવે હાથમાં નહીં આવે લલિત મોદી? 3 લાખની વસતી ધરાવતા...
08 March, 2025

હું દુનિયાનો ધનવાન વ્યક્તિ છું, આજે માતૃશક્તિના મહ...
08 March, 2025

ગુજરાતમાં કેટલાક કોંગ્રેસીઓ ભાજપ સાથે મળેલા, કાઢવા...
08 March, 2025

કેનેડાના ટોરોન્ટોમાં ક્લબમાં અંધાધૂંધ ગોળીબાર, 11...
08 March, 2025

અમેરિકામાં છટણી મુદ્દે બેઠક યોજાઈ, એલોન મસ્ક અને વ...
08 March, 2025

સુરતની હચમચાવતી ઘટના, દેવામાં ફસાયેલા એક જ પરિવારન...
08 March, 2025

લડનમાં એસ. જયશંકરની કાર સામે વિરોધમાં શામેલ ખાલિસ્...
08 March, 2025

તમિલનાડુમાં ટ્રક-બસ વચ્ચે ભયંકર ટક્કર, 5 લોકોના મો...
08 March, 2025