સરહદો તો બદલાયા કરે, કોણ જાણે કાલે સિંધ ભારતમાં હોય!', રાજનાથ સિંહ
November 23, 2025
લખનૌ- કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પાકિસ્તાનના સિંધ મુદ્દે રવિવારે મોટું નિવેદન આપ્યું છે. દિલ્હીમાં સિંધી સમાજના એક કાર્યક્રમમાં સંબોધન દરમિયાન તેમણે કહ્યું, કે આજે સિંધની જમીન ભલે ભારતનો ભાગ નથી પણ સિંધી સભ્યતા હંમેશા ભારતનો અંગ રહેશે. જ્યાં સુધી જમીનની વાત છે, સરહદો તો બદલાયા કરે છે. કોણ જાણે કાલે સિંધ ફરી ભારતમાં પાછું આવી જાય.'
રાજનાથ સિંહે વધુમાં કહ્યું કે, 'મેં જોયું છે કે જ્યારે પણ લખનૌમાં રાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમ થાય ત્યારે સિંધી સમાજના લોકો તેમાં ખાસ ભાગ લે છે. રામાયણમાં લખેલા શ્લોકથી એ સ્પષ્ટ થાય છે કે સિંધ પ્રદેશ રાજા દશરથના રાજ્યનો ભાગ હતો. આપણી સંસ્કૃતિમાં ગંગા સૌથી પૂજનીય છે પણ બીજા દેશોમાં ભારતની ઓળખ સિંધુ નદીથી થાય છે. વેદનું જ્ઞાન પણ સૌથી પહેલા સિંધ ક્ષેત્રમાં જ આવ્યું હતું.' રાજનાથ સિંહે સિંધી લોકોના વખાણ કરતાં વધુમાં કહ્યું હતું, કે આજે ભારત અને વિશ્વભરમાં સિંધી સમાજની ઓળખ તેમની મહેનતના કારણે છે. તેમણે પોતાની એક આગવી ઓળખ બનાવી છે. સિંધી ભાષાની મીઠાશ, સંત કાવ્ય અને સિંધી કળા આપણી પરંપરાઓ દર્શાવે છે. નોંધનીય છે કે સિંધ પાકિસ્તાનનો ત્રીજો મોટો પ્રાંત છે. સ્વતંત્રતા સમયે સિંધ પાકિસ્તાનનું ભાગ બન્યો. તે સમયે અહીં મોટી સંખ્યામાં હિન્દુઓ પણ રહેતા હતા.
Related Articles
ભાજપના પૂર્વ ધારાસભ્યએ SIRમાં કર્યો ખેલ! જીવતા મતદારોને સરકારી રેકોર્ડમાં મારી નાખ્યા
ભાજપના પૂર્વ ધારાસભ્યએ SIRમાં કર્યો ખેલ!...
Oct 09, 2026
'પોતાના રાજ્યોમાં ન થવા દો પ્રદર્શન...', કેન્દ્ર સરકારે રાજ્યોના DGPને લખ્યો પત્ર
'પોતાના રાજ્યોમાં ન થવા દો પ્રદર્શન...',...
Oct 09, 2026
જેન-Z આંદોલન પહેલા જ સરકાર ફફડી, દેશમાં ઈમરજન્સી જેવી સ્થિતિ'
જેન-Z આંદોલન પહેલા જ સરકાર ફફડી, દેશમાં...
Oct 09, 2026
દિલ્હી કિલ્લેબંધી પર NDAમાં જ ડખો! પાસવાને કહ્યું- યુવાનોને કોઈ રોકી નહીં શકે
દિલ્હી કિલ્લેબંધી પર NDAમાં જ ડખો! પાસવા...
Oct 09, 2026
વિપક્ષના 10 નેતાઓની રાષ્ટ્રપતિ સાથે મુલાકાત પૂર્ણ : વોટ ચોરીનો મુદ્દો ઉઠ્યો
વિપક્ષના 10 નેતાઓની રાષ્ટ્રપતિ સાથે મુલા...
Oct 09, 2026
દુશ્મનની સબમરીનની હવે ખેર નથી, INS માંગરોળ ભારતીય નૌકાદળમાં થશે સામેલ
દુશ્મનની સબમરીનની હવે ખેર નથી, INS માંગર...
Oct 09, 2026
Trending NEWS
09 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026
07 October, 2026
07 October, 2026
07 October, 2026
06 October, 2026