અમારા પર હુમલો કર્યો તો... ખામેની બાદ ઈરાનના ડેપ્યુટી કમાન્ડરની ઈઝરાયલને ધમકી

October 04, 2024

ઈઝરાયલ : ઈઝરાયલ અને ઈરાન વચ્ચે હાલ મહાયુદ્ધ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. એકતરફ ઈરાનના સર્વોચ્ચ લીડર આયાતુલ્લાહ અલી ખામેનીએ પાંચ વર્ષમાં પહેલીવાર શુક્રવારની નમાજ અદા કર્યા બાદ હાથમાં રાઈફલ રાખી લાખો લોકોની મેદની વચ્ચે તમા મુસ્લિમોને ઈઝરાયલ વિરુદ્ધ એક થવા આહવાન કર્યું છે, તો બીજીતરફ ઈઝરાયેલના રિવોલ્યૂશનરી ગાર્ડ્સના ડેપ્યુટી કમાન્ડરે ઈઝરાયલને ધમકી આપી છે. 


ઈરાનની સમાચાર એજન્સી SNNએ ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) ના ડેપ્યુટી કમાન્ડર એડમિરલ અલી ફાદવીને કહ્યું છે કે, જો ઈઝરાયલ ઈરાન પર હુમલો કરશે તો ઈરાન ઈઝરાયલની તમામ ઉર્જા, રિફાઈનરીઓ અને ગેસ ક્ષેત્રો નિશાન બનાવશે. ઈરાન એક મોટો દેશ છે અને અહીં ઘણા આર્થિક કેન્દ્રો છે. જ્યારે ઈઝરાયેલ પાસે ત્રણ પાવર પ્લાન્ટ અને ઘણી રિફાઈનરીઓ છે અને અમે તેમના પર આ ક્ષેત્રોમાં જ હુમલો કરી શકીએ છીએ.

આ પહેલા ખામેનીએ દેશવાસીઓને સંબોધન કરી દુનિયાભરના મુસ્લિમોને ઈઝરાયલ સામે એક થઈને બદલો લેવાનું આહવાન કર્યું હતું. આ ભાષણ પૂરું થતાં જ લેબેનોને ઈઝરાયલ પર આક્રમક હુમલા શરૂ કરી દીધા હતા. આ સંબોધન વખતે મસ્જિદ બહાર બે લાખથી વધુ મહિલાઓ કફન લઈને હાજર રહી હતી અને તેમણે ઈઝરાયલ વિરુદ્ધ આક્રમક સૂત્રોચ્ચાર કર્યા હતા. લેબનોનમાં હસન નસરલ્લાહની હત્યા બાદ હિઝબુલ્લાહને વધુ એક ફટકો પડ્યો છે. એવો દાવો કરાઈ રહ્યો છે કે, ઈઝરાયેલે હવે નસરલ્લાહના ઉત્તરાધિકારી હાશેમ સફીદીનને નિશાન બનાવ્યો છે. જો કે અત્યાર સુધી હિઝબુલ્લા તરફથી આ અંગે કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી. ધ ટાઈમ્સ ઓફ ઈઝરાયેલના અહેવાલ મુજબ NYTનું કહેવું છે કે, હાશેમ અંડરગ્રાઉન્ડ બંકરમાં હિઝબુલ્લાના નેતાઓ સાથે મુલાકાત કરી રહ્યો હતો. આઈડીએફનું કહેવું છે કે, હુમલામાં હિઝબુલ્લાના ઈન્ટેલિજન્સ હેડક્વાર્ટરને નિશાન બનાવાયા હતા. આ હુમલો નસરલ્લાહ માર્યા ગયાના એક અઠવાડિયા પછી કરવામાં આવ્યો છે. નસરલ્લાહની હત્યા બાદ હિઝબુલ્લાહ ડરી ગયો છે, તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, તેને ગુપ્ત જગ્યાએ દફનાવાયો છે. હિઝબુલ્લાહને ડર હતો કે અંતિમ સંસ્કાર વખતે પણ ઈઝરાયેલ હુમલો કરી શકે છે.