લદાખમાં લેફ્ટનન્ટ ગવર્નર સહિત અનેક પાસેથી પાવર છિનવાયા
November 28, 2025
મંત્રાલયના નિર્દેશ બાદ લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નરે ઓર્ડર જાહેર કર્યો
લદાખ- કેન્દ્રીય ગૃહમંત્રાલયે એક મહત્ત્વનો નિર્ણય લઈને લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર પાસેથી મોટો પાવર છિનવી લીધો છે. ગૃહમંત્રાલયે લેફ્ટનન્ટ ગવર્નરની સાથે સાથે વહીવટી સચિવ, ચીફ એન્જિનિયર, ડેપ્યુટી કમિશનર, સુપ્રિટેન્ડેન્ટ એન્જિનિયર સહિતના ડિપાર્ટમેન્ટ હેડનો પણ પાવર છિનવી લીધો છે. હવે આ પાવર ગૃહમંત્રાલય પાસે રહેશે. ગૃહમંત્રાલયના નિર્ણય મુજબ, અત્યાર સુધી લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર પાસે 100 કરોડ રૂપિયા સુધીની યોજના અને પ્રોજેક્ટને મંજૂરી આપવાની સત્તા હતી, જોકે હવે મંત્રાલયે આ સત્તા ગવર્નર પાસેથી છિનવી પોતાની પાસે રાખી લીધી છે.
આવી જ રીતે વહિવટી સચિવ પાસે અત્યાર સુધી 20 કરોડ રૂપિયા સુધીના પ્રોજેક્ટને મંજૂરી આપવાની સત્તા હતી. આ ઉપરાંત ચીફ એન્જિનિયર, ડેપ્યુટી કમિશનર, સુપ્રિટેન્ડેન્ટ એન્જિનિયર સહિતના ડિપાર્ટમેન્ટ હેડ પાસે ત્રણ કરોડથી 10 કરોડ રૂપિયા સુધીના જુદા જુદા કામોને મંજૂરી આપવાની સત્તા હતી, જે હવે સત્તા છિનવી લેવાઈ છે અને હવે આ સત્તા ગૃહમંત્રાલયે લઈ લીધી છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયનો નિર્દેશ મળ્યા બાદ લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર કવિંદર ગુપ્તાએ એક ઓર્ડર જાહેર કર્યો છે. ઓર્ડરમાં કહેવાયું છે કે, પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ (PPP) નિયમ હેઠળ 100 કરોડ રૂપિયા સુધીની યોજના-પ્રોજેક્ટને હવે ગૃહમંત્રાલય મંજૂરી આપશે. લેફ્ટનન્ટ ગવર્નર પાસેથી 100 કરોડ રૂપિયાના વહીવટી મંજૂરી અને ખર્ચનો પાવર તેમજ વહિવટી સેક્રેટરી પાસેથી 20 કરોડ રૂપિયા સુધીની મંજૂરી આપવાનો પાવર છિનવી લેવાયો છે, એટલે કે હવે ગૃહમંત્રાલય આ મંજૂરી આપશે.
Related Articles
ભાજપના પૂર્વ ધારાસભ્યએ SIRમાં કર્યો ખેલ! જીવતા મતદારોને સરકારી રેકોર્ડમાં મારી નાખ્યા
ભાજપના પૂર્વ ધારાસભ્યએ SIRમાં કર્યો ખેલ!...
Oct 09, 2026
'પોતાના રાજ્યોમાં ન થવા દો પ્રદર્શન...', કેન્દ્ર સરકારે રાજ્યોના DGPને લખ્યો પત્ર
'પોતાના રાજ્યોમાં ન થવા દો પ્રદર્શન...',...
Oct 09, 2026
જેન-Z આંદોલન પહેલા જ સરકાર ફફડી, દેશમાં ઈમરજન્સી જેવી સ્થિતિ'
જેન-Z આંદોલન પહેલા જ સરકાર ફફડી, દેશમાં...
Oct 09, 2026
દિલ્હી કિલ્લેબંધી પર NDAમાં જ ડખો! પાસવાને કહ્યું- યુવાનોને કોઈ રોકી નહીં શકે
દિલ્હી કિલ્લેબંધી પર NDAમાં જ ડખો! પાસવા...
Oct 09, 2026
વિપક્ષના 10 નેતાઓની રાષ્ટ્રપતિ સાથે મુલાકાત પૂર્ણ : વોટ ચોરીનો મુદ્દો ઉઠ્યો
વિપક્ષના 10 નેતાઓની રાષ્ટ્રપતિ સાથે મુલા...
Oct 09, 2026
દુશ્મનની સબમરીનની હવે ખેર નથી, INS માંગરોળ ભારતીય નૌકાદળમાં થશે સામેલ
દુશ્મનની સબમરીનની હવે ખેર નથી, INS માંગર...
Oct 09, 2026
Trending NEWS
09 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026
07 October, 2026
07 October, 2026
07 October, 2026
06 October, 2026