માઉન્ટ આબુમાં -3 ડિગ્રી તાપમાન, બરફની ચાદર પથરાતાં સહેલાણીઓ ઠંડીમાં ઠુંઠવાયા
December 12, 2024
રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં તાપમાનનો પારો માઇનસ 3 ડિગ્રીએ પહોંચતા ઠેર-ઠેર બરફની ચાદર છવાઈ ગઈ હતી. સ્થાનિક રહીશો અને સહેલાણીઓ ઠંડીના ચમકારા સાથે આનંદ માણતા ઠૂંઠવાઈ રહ્યા હતા. ઠંડીના કારણે જનજીવન પર અસર પડી રહી છે. જોકે, સહેલાણીઓ કાશ્મીર જેવા આહ્લાદક વાતાવરણનો અનુભવ કરી રહ્યા છે.
રાજસ્થાનના માઉન્ટ આબુમાં ઠંડીનો પારો ફરીથી ગગડી માઇનસ ડિગ્રીએ પહોંચ્યો છે. છેલ્લાં ત્રણ દિવસથી ઉત્તર ગુજરાત સહિત રાજસ્થાનના કેટલાંક વિસ્તારોમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. જેમાં માઉન્ટ આબુમાં માઇનસ ત્રણ ડિગ્રી તાપમાન નોંધાયું છે.
ડિસેમ્બર મહિનાના અંતમાં આબુની મજા કંઈક અલગ હોય છે. ગુજરાત સહિત રાજ્યમાંથી સહેલાણીઓ મોટી સંખ્યામાં આબુની ઠંડીનો અહેસાસ અનુભવવા પધારતાં હોય છે. છેલ્લાં બે-ત્રણ દિવસથી આબુમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. ગત રાતે અને આજે વહેલી સવારે આબુમાં બરફની ચાદર છવાયેલી જોવા મળી છે. સહેલાણીઓની ગાડીઓ પર પણ બરફ પથરાયેલો જોવા મળ્યો હતો. બે દિવસ ઠંડીને કારણે માઉન્ટ આબુમાં જનજીવન પર અસર પડી છે. જોકે, માઉન્ટ આબુમાં સહેલાણીઓ ઠંડાગાર તાપમાનમાં પણ ઊમટીને આનંદ માણી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, હજુ ડિસેમ્બરનો અંત બાકી છે અને હમણાંથી જ ઠંડીનો ચમકારો રાજસ્થાન સહિત ઉત્તર ગુજરાતમાં વધતો જોવા મળી રહ્યો છે. જોકે, હજુ વધુ ઠંડી પડે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.
Related Articles
જામનગરના જશાપરમાં હિન્દુ સેનાએ ક્રિશ્ચિયન મિશનરીનો કાર્યક્રમ બંધ કરાવ્યો
જામનગરના જશાપરમાં હિન્દુ સેનાએ ક્રિશ્ચિય...
અમદાવાદ-રાજકોટ હાઈવે પર 4 વાહનો વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે લોકોનાં મોત
અમદાવાદ-રાજકોટ હાઈવે પર 4 વાહનો વચ્ચે ગમ...
Dec 26, 2024
ગુજરાતમાં આવતીકાલથી ત્રણ દિવસ માવઠાની આગાહી, કેટલાક જિલ્લામાં ગાજવીજ સાથે પડશે વરસાદ
ગુજરાતમાં આવતીકાલથી ત્રણ દિવસ માવઠાની આગ...
Dec 25, 2024
અમદાવાદ ઇસ્કોન મંદિરના પૂજારીઓના કબજામાં મારી પુત્રી, તેને રોજ ડ્રગ્સ અપાય છે, પિતાનો સનસનીખેજ આરોપ
અમદાવાદ ઇસ્કોન મંદિરના પૂજારીઓના કબજામાં...
Dec 25, 2024
અમદાવાદમાં ડો. બાબા સાહેબની પ્રતિમા ખંડિત કરવા મામલે બેની ધરપકડ
અમદાવાદમાં ડો. બાબા સાહેબની પ્રતિમા ખંડિ...
Dec 24, 2024
સુરત નજીક દાદર-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસના ચાર ડબ્બા પાટા પરથી ઉતર્યા, કોઈ જાનહાનિ નહીં
સુરત નજીક દાદર-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્ર...
Dec 24, 2024
Trending NEWS
25 December, 2024
25 December, 2024
25 December, 2024
25 December, 2024
25 December, 2024
25 December, 2024
25 December, 2024
25 December, 2024
25 December, 2024
25 December, 2024
Dec 26, 2024