બ્રિટનમાં વધ્યો ખતરો, માણસમાં મળ્યો પશુઓમાં જોવા મળતો ફ્લૂ સ્ટ્રેન વાયરસ

November 28, 2023

બ્રિટનમાં ફ્લૂ સ્ટ્રેનનો કેસ સામે આવ્યો છે. તેને લઈને યૂકેની સ્વાસ્થ્ય સુરક્ષા એજન્સીએ કહ્યું કે તેને ફ્લૂ સ્ટ્રેન A(H1N2)vના પહેલા માનવીય કિસ્સાની જાણકારી મળી છે. આ બીમારી ખાસ કરીને ભૂંડમાં ફેલાઈ રહેલા વાયરસ જેવી છે. બ્રિટનના સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે સંબંધિત વ્યક્તિની વાયરસના કારણે થોડી બીમારી હતી.

જો કે તે હવે સાજા થઈ ચૂક્યા છે. આ સાથે તેઓએ કહ્યું કે આ કિસ્સો રૂટિન નેશનલ ફ્લૂ સર્વિલાંસના આધારે સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર ઈન્ફેક્શનની કોઈ જાણકારી મળી નથી પરંતુ સ્વાસ્થ્ય અધિકારી સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવનારા લોકો પર નજર રાખી રહ્યા છે. તેઓ એ પણ જાણવાની કોશિશ કરી રહ્યા છે કે આ વાયરસ ક્યાંથી આવ્યો છે.

એક માહિતિ અનુસાર ઉત્તરી યોર્કશાયરમાં સર્જરી અને હોસ્પિટલમાં દેખરેખ વધારી દેવામાં આવી છે અને સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. આ સાથે જ આ પહેલો અવસર છે જ્યારે અમે યૂકેમાં મનુષ્યોમાં આ વાયરસની જાણકારી મેળવી છે અને આ એ વાયરસ સમાન છે જે ભૂંડમાં જોવા મળે છે.