દુબઈ એર શોમાં પ્રદર્શન દરમિયાન ભારતીય ફાઈટર પ્લેન તેજસ થયું ક્રેશ

November 21, 2025

શુક્રવારે(21 નવેમ્બર) દુબઈ એર શોમાં પ્રદર્શન કરતા સમયે એક વિમાન ક્રેશ થયું હોવાના સમાચાર મળી રહ્યા છે. ભારતીય HAL તેજસ વિમાન સ્થાનિક સમય મુજબ બપોરે 2:10 વાગ્યે પ્રદર્શન ઉડાન દરમિયાન ક્રેશ થયું. પાયલોટ બહાર નીકળ્યો કે નહીં તે તાત્કાલિક સ્પષ્ટ થયું નથી. એરપોર્ટ ઉપર કાળો ધુમાડો છવાઈ ગયો હતો. આ એર શો નિહાળવા મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકો સહિત લોકો ઉમટ્યા હતા.