રોકાણકારોના પૈસા ધોવાયા : મોટાભાગના શેરોમાં 25 ટકાથી વધુનો કડાકો બોલાતા 46 લાખ કરોડનું નુકસાન
June 04, 2024

લોકસભા ચૂંટણી 2024ના પરિણામોનું વલણ એક્ઝિટ પોલના આધારે ન મળતાં એનડીએનું 400 પારનું સપનું રોળાયું છે. જેના લીધે શેરબજારમાં મોટા કડાકો જોવા મળ્યો છે. સેન્સેક્સ 6234.35 પોઈન્ટના ગાબડાં સાથે 70234.43ની ઈન્ટ્રા ડે બોટમે પહોંચ્યો છે. જ્યારે નિફ્ટી પણ 1982.18 પોઈન્ટના કડાકા સાથે 21281.45ના ઈન્ટ્રા ડે તળિયે નોંધાયો છે. આ સાથે રોકાણકારોને રૂ. 46 લાખ કરોડથી વધુનું નુકસાન થયું છે. શેરબજારના સાર્વત્રિક કડાકા સાથે અદાણી ગ્રૂપના શેર્સ, પીએસયુ શેર્સમાં 26 ટકા સુધીના ઘટાડે ટ્રેડ થઈ રહ્યા છે. માર્કેટ કેપની દ્વષ્ટિએ ટોચની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં પણ 10 ટકા લોઅર સર્કિટ વાગી હતી. પીએસયુ ઈન્ડેક્સ 3588.50 પોઈન્ટ (15.95 ટકા)ના કડાકા સાથે ટ્રેડ થઈ રહ્યો છે. વોલેટિલિટી ઈન્ડેક્સ INDIA VIX 31.71ની સર્વોચ્ચ ટોચે પહોંચ્યો છે. જે 30.40 ટકા ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યો છે.
- બીએસઈ ખાતે ટોપ લૂઝર્સમાં અદાણી ગ્રૂપની 3 કંપનીઓ સામેલ
શેર છેલ્લો ભાવ કડાકો
ADANIPORTS 1,194.95 -24.61
BHEL 235.1 -24.49
BEL 241.6 -24.18
PFC 424.8 -23.45
RECLTD 462.95 -23.42
GAIL 179.15 -22.33
HINDCOPPER 294.15 -20.59
ADANIENT 2,916.30 -20
HAL 4,219.00 -20
ADANIENSOL 977.65 -20
HUDCO 229.6 -20
- Nifty50 ટોપ લૂઝર્સમાં 25 ટકા સુધીનુ ગાબડું
શેર છેલ્લો ભાવ કડાકો
ADANIPORTS 1,196.00 -24.49
ADANIENT 2,775.00 -23.87
COALINDIA 411.65 -19.65
ONGC 228.6 -19.54
NTPC 319.15 -18.54
SBIN 755.3 -16.6
POWERGRID 283 -16.19
BPCL 568.90 -14.6
LT 3,381.85 -13.22
SHRIRAMFIN 2,231.75 -11.06
HUDCO 229.6 -20
(સ્રોતઃ NSE, ભાવ 12.28 વાગ્યા સુધીના)
Related Articles
વેપાર મુદ્દે અમેરિકા સાથે ડીલની તૈયારીમાં ભારત, ટ્રમ્પ સરકારે આપી ઓફર
વેપાર મુદ્દે અમેરિકા સાથે ડીલની તૈયારીમા...
May 09, 2025
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ 118 અબજ ડોલરની નેટવર્થ સાથે વિશ્વની ટોચની 25 કંપનીઓમાં સામેલ
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ 118 અબજ ડોલરની નેટવ...
Apr 28, 2025
સુપ્રીમ કોર્ટે બંગાળની મમતા સરકાર વિરુદ્ધના હાઇકોર્ટના આદેશનો ભાગ રદ કર્યો
સુપ્રીમ કોર્ટે બંગાળની મમતા સરકાર વિરુદ્...
Apr 09, 2025
ટ્રમ્પ ટેરિફથી જાપાન-ચીન અને કોરિયાના શેરબજારમાં તબાહી, 8% ઘટાડો
ટ્રમ્પ ટેરિફથી જાપાન-ચીન અને કોરિયાના શે...
Apr 07, 2025
રેસિપ્રોકલ ટેરિફની ભીતિ વચ્ચે શેરબજાર કડડભૂસ, સેન્સેક્સ 999 પોઈન્ટ ગગડ્યો, 151 શેર વર્ષના તળિયે
રેસિપ્રોકલ ટેરિફની ભીતિ વચ્ચે શેરબજાર કડ...
Apr 01, 2025
એરટેલે સ્પેસએક્સ સાથે કરી ડીલ, દેશભરમાં સ્ટારલિંક હાઈ-સ્પીડ ઈન્ટરનેટ પ્રોવાઈડ કરાવશે
એરટેલે સ્પેસએક્સ સાથે કરી ડીલ, દેશભરમાં...
Mar 12, 2025
Trending NEWS

10 May, 2025