કારોબારના પહેલા દિવસે માર્કેટમાં તેજી, સેન્સેક્સ અને નિફ્ટી વધીને ખુલ્યા

October 07, 2024

ભારતીય શેરબજાર આજે એટલે કે, 07 ઑકટોબર સોમવારે કારોબારના પહેલા દિવસે ગ્રીન ઝોનમાં ખુલ્યું છે. શુક્રવારે માર્કેટ મસમોટા કડાકા સાથે બંધ થયું હતું. સેન્સેક્સ 300થી વધુ પોઈન્ટના વધારા સાથે 82,000ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. નિફ્ટી પણ 90 પોઈન્ટ ઉછળીને 25,100ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે.

સેન્સેક્સના 30 શેરોમાંથી 24 વધી રહ્યા છે અને 6 ઘટી રહ્યા છે. નિફ્ટીના 50 શેરોમાંથી 39 વધી રહ્યા છે અને 11 ઘટી રહ્યા છે. બેન્કિંગ, ફાર્મા સહિત NSEના તમામ ક્ષેત્રો લાભ સાથે ટ્રેડ કરી રહ્યાં છે.

બીએસઈ સેન્સેક્સના શેરમાં 30માંથી 18 શેરમાં વેપારમાં વધારો જોવા મળી રહ્યો છે અને 12 શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સમાં ITC, કોટક મહિન્દ્રા બેંક, ICICI બેંક, HCL, ભારતી એરટેલ, બજાજ ફિનસર્વ અને ટાટા મોટર્સના શેરમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. ઘટતા શેરોમાં ટાઇટન, અદાણી પોર્ટ્સ, NTPC, HDFC બેન્કના શેરનો સમાવેશ થાય છે.