ઈઝરાયલ : PM નેતન્યાહૂ વિરુદ્ધ મોટા દેખાવ, લાખો લોકો માર્ગો પર

January 22, 2023

તેલ અવીવ- ઈઝરાયલમાં એક લાથી વધુ લોકો માર્ગો પર ઉતરી આવ્યા છે.  તેઓ નેતન્યાહૂ સરકાર દ્વારા ન્યાયિક પ્રણાલીમાં ફેરફાર કરવાની યોજના વિરુદ્ધ દેખાવો કરી રહ્યા છે. તેમનો આરોપ છે કે ન્યાયિક પ્રણાલીમાં ફેરફાર કરીને દેશના પાયાના લોકશાહીના સિદ્ધાંતોને જોખમમાં મૂકાયા છે. આરોપ છે કે સરકારના આ નિર્ણયથી કોર્ટ વ્યવસ્થા નબળી થશે. 
એક લાખથી વધુ લોકો તેલ અવીવમાં માર્ગો પર ઉતરી આવ્યા હતા. ઈઝરાયલી મીડિયાના અહેવાલ અનુસાર શનિવારે રાતે એક લાખથી વધુ લોકો તેલ અવીવમાં માર્ગો પર ઉતરી આવ્યા હતા અને તેમણે સરકાર વિરુદ્ધ મોટાપાયે દેખાવ કર્યા હતા. તેને ઈઝરાયલના ઈતિહાસના સૌથી મોટા દેખાવો ગણાવાઈ રહ્યા છે. આ ઉપરાંત જેરુસલેમ, હાઈફા, બેર્શેબા, હર્જલિયા સહિત દેશભરના અનેક શહેરોમાં હજારો લોકોએ માર્ગો પર રેલીઓ યોજી હતી. 


અગાઉ પણ ગત અઠવાડિયે તેલ અવીવમાં મોટાપાયે દેખાવો કરાયા હતા. અહેવાલ અનુસાર ત્યારે ત્યાં 80 હજારથી વધુ લોકો દેખાવોમાં સામેલ થયા હતા. આ દેખાવોને કારણે મધ્ય તેલ અવીવમાં અનેક માર્ગોને દેખાવકારોએ બંધ કરી દીધા હતા. જેમને હટાવવા માટે ભારે પોલીસદળ તહેનાત કરાયો હતો. દેખાવકારો કહે છે કે ન્યાયમંત્રી યારીવ લેવિન દ્વારા રજૂ કરાયેલા પ્રસ્તાવોથી હાઈકોર્ટની ન્યાયિક સમીક્ષા શક્તિ પ્રભાવિત થશે અને જજોની નિમણૂક પર રાજકીય નિયંત્રણ વધશે જેનાથી ન્યાયપાલિકા નબળી થશે.