રામાયણમાં રાવણ યશની પત્ની મંદોદરીના રોલમાં કાજલ અગ્રવાલ
May 19, 2025

મુંબઈ: નિતેશ તિવારી દ્વારા દિગ્દર્શિત ફિલ્મ 'રામાયણ'માં રાવણ તરીકે યશ ભૂમિકા ભજવી રહ્યો છે. તેની પત્ની મંદોદરીના રોલમાં કાજલ અગ્રવાલની પસંદગી થઈ હોવાનું જાણવા મળે છે. કાજલે મંદોદરી તરીકે પોતાના ભાગનું શૂટિંગ પણ શરુ કરી દીધું હોવાનું કહેવાય છે. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન શ્રીરામ તથા સાઈ પલ્લવી માતા સીતાની ભૂમિકા ભજવી રહ્યાં છે. ફિલ્મની ટીમને મંદોદરીના રોલમાં ઉત્તર અને દક્ષિણ ભારતના પ્રેક્ષકોમાં એકસરખી જાણીતી હોય તેવી કોઈ હિરોઈનની તલાશ હતી. આથી તેમણે કાજલ અગ્રવાલને આ રોલ માટે પસંદ કરી હોવાનું મનાય છે. ફિલ્મમાં સની દેઓલ હનુમાનજીની ભૂમિકામાં છે. 'રામાયણ' સિરિયલના રામ તરીકે જાણીતા અરુણ ગોવિલ આ ફિલ્મમાં દશરથની ભૂમિકામાં છે. ફિલ્મનો પહેલો ભાગ ૨૦૨૬ની દિવાળીએ રીલિઝ થવાનો છે. બીજો ભાગ ૨૦૨૭માં રીલિઝ થવાનો છે.
Related Articles
Ooops...!! કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ફાટેલો ડ્રેસ પહેરીને પહોંચી ઉર્વશી રૌતેલા, જુઓ લોકોના રિએક્શન
Ooops...!! કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ફાટેલો...
May 19, 2025
સોનાક્ષીની વેબ સીરિઝ દહાડની બીજી સીઝનની તૈયારી શરૂ
સોનાક્ષીની વેબ સીરિઝ દહાડની બીજી સીઝનની...
May 17, 2025
વિજય દેવરકોંડા અને રશ્મિકા છ વર્ષે ફિલ્મમાં સાથે આવશે
વિજય દેવરકોંડા અને રશ્મિકા છ વર્ષે ફિલ્મ...
May 14, 2025
માહિરા અને ફવાદની તસવીરો ડિજિટલ પોસ્ટરો પરથી દૂર
માહિરા અને ફવાદની તસવીરો ડિજિટલ પોસ્ટરો...
May 14, 2025
શાહરૂખ-સુહાનાની ફિલ્મ કિંગમાં અનિલ કપૂરની પણ એન્ટ્રી
શાહરૂખ-સુહાનાની ફિલ્મ કિંગમાં અનિલ કપૂરન...
May 13, 2025
કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ડેબ્યૂ કરશે આલિયા ભટ્ટ અને જાહ્નવી કપૂર, આ સેલેબ્સ પણ રેડ કાર્પેટ પર દેખાશે
કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ડેબ્યૂ કરશે આલિયા...
May 13, 2025