કેજરીવાલને જેલ, સંગઠનનું માઇક્રો મેનેજમેન્ટ: દિલ્હીમાં ભાજપની ઐતિહાસિક જીતના કારણો
February 08, 2025

1. ભાજપનું માઇક્રો મેનેજમેન્ટ : દિલ્હીમાં બીજેપીએ માઇક્રો મેનેજમેન્ટેથી કામ કર્યું છે. યુપી અને બિહારના મતદારોને રીઝવવાની ખાસ રણનીતિના ભાગરૂપે, પાર્ટીએ યુપી અને બિહારના 100 થી વધુ સાંસદો અને ધારાસભ્યોને 30 બેઠકોની જવાબદારી સોંપી હતી. અહીં પૂર્વાંચલીના દરેક મતદાતાની ઘરે ઘરે મુલાકાત લેવામાં આવી અને AAP સરકારની નિષ્ફળતા વિશે જણાવવામાં આવ્યું. બીજેપીના માઈક્રો મેનેજમેન્ટને કારણે જ પાર્ટીને 27 વર્ષ બાદ મોટી જીત મળી છે.
2. AAPના ટોચના નેતાઓ જેલમાં હોવાનો લાભ ભાજપને મળ્યો : AAPના પાર્ટીના ટોચના નેતાઓ ભ્રષ્ટાચારના આરોપમાં જેલમાં હતા. આ ઉપરાંત મોટાભાગના ધારાસભ્યો સામે સામાન્ય જનતામાં રોષ જોવા મળ્યો હતો. ઘણા ધારાસભ્યો એવા હતા જેઓ પોતાના વિસ્તારના લોકોની વચ્ચે ગયા ન હતા. ગંદા પાણી, તૂટેલા રસ્તા જેવા જેવા ઘણા પ્રશ્નો હતા. એવામાં ભાજપે આ બાબતે ધ્યાન આપીને માઈક્રો મેનેજમેન્ટથી કામ કર્યું. ભાજપે મતદાતાઓની મુલાકાત લઈને તેમને AAP સરકારની નિષ્ફળતા વિશે જણાવ્યું.
3. દિલ્હી લિકર પોલિસી : દિલ્હીમાં AAP સરકારની નવી લિકર પોલિસી પણ પાર્ટીની હારનું મુખ્ય કારણ બની. ભાજપે દિલ્હીની લિકર પોલિસીમાં કૌભાંડને મોટો મુદ્દો બનાવ્યો. ભાજપે પ્રશ્ન કર્યો કે જે પાર્ટી ભ્રષ્ટાચાર વિરુદ્ધ ઉભી હતી તેનું નેતૃત્ત્વ કેવી રીતે જેલમાં ગયું? મનીષ સિસોદિયા, અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહ જેવા મોટા નેતાઓ લિકર પોલિસીના કારણે જેલમાં રહ્યા. ભાજપે ચૂંટણી પ્રચાર દરમિયાન આનો વારંવાર ઉલ્લેખ કર્યો હતો.
4. ભાજપનો આક્રમક પ્રચાર : ભાજપ કોઈપણ ચૂંટણી તેની પૂરી તાકાતથી લડે છે. દિલ્હીની ચૂંટણી માટે ભાજપે તમામ 70 વિધાનસભા બેઠકોની જવાબદારી સાંસદો અને ધારાસભ્યોને સોંપી હતી. આ સિવાય યુપી, રાજસ્થાન, મધ્યપ્રદેશ, આસામ, ઉત્તરાખંડ, હરિયાણાના સીએમ પણ ચૂંટણી પ્રચાર માટે મેદાનમાં ઉતર્યા હતા. કેન્દ્રીય નેતૃત્ત્વમાંથી પીએમ મોદી, અમિત શાહ, જેપી નડ્ડા, રાજનાથ સિંહે એક ડઝનથી વધુ બેઠકો કરી અને ભાજપની તરફેણમાં વાતાવરણ ઊભું કર્યું. જેનો ફાયદો આજે પાર્ટીને મળ્યો છે.
Related Articles
બિહારમાં મહાગઠબંધને કર્યાં ચક્કાજામ, ટ્રેનો અટકાવી માર્ગો પર ટાયર બાળ્યાં
બિહારમાં મહાગઠબંધને કર્યાં ચક્કાજામ, ટ્ર...
Jul 09, 2025
પીએમ મોદીને મળ્યું બ્રાઝિલનું 'નેશનલ ઓર્ડર ઓફ સધર્ન ક્રોસ' સર્વોચ્ચ સન્માન
પીએમ મોદીને મળ્યું બ્રાઝિલનું 'નેશનલ ઓર્...
Jul 09, 2025
ભારત સહિત અન્ય બ્રિક્સ દેશો પર વધુ 10 ટકા ટેરિફ લગાવવાની ડોનાલ્ડ ટ્રમ્પે આપી ચેતવણી
ભારત સહિત અન્ય બ્રિક્સ દેશો પર વધુ 10 ટક...
Jul 09, 2025
પન્ના ટાઇગર રિઝર્વની સૌથી મોટી હાથણી 'વત્સલા'નું અવસાન
પન્ના ટાઇગર રિઝર્વની સૌથી મોટી હાથણી 'વત...
Jul 09, 2025
બ્રાઝિલથી રિન્યુએબલ એનર્જી-ડિજીટલ ટ્રાન્સફોર્મેશન પર કરાર
બ્રાઝિલથી રિન્યુએબલ એનર્જી-ડિજીટલ ટ્રાન્...
Jul 09, 2025
9 જુલાઈએ 'ભારત બંધ'નું એલાન: 25 કરોડ કર્મચારીઓએ બાંયો ચડાવી, બૅન્ક-પોસ્ટઓફિસ બંધ રાખવાની ચીમકી
9 જુલાઈએ 'ભારત બંધ'નું એલાન: 25 કરોડ કર્...
Jul 08, 2025
Trending NEWS

08 July, 2025

08 July, 2025

08 July, 2025

08 July, 2025

08 July, 2025

08 July, 2025

08 July, 2025

08 July, 2025

08 July, 2025

08 July, 2025