લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલને અમેરિકાથી ભારત ડિપોર્ટ કરાયો, NIAએ કસ્ટડીમાં લીધો

November 19, 2025

લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઇને અમેરિકાથી ભારત લાવી દેવાયો છે. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા તેને કસ્ટડીમાં લઈ લેવાયો છે. એરપોર્ટ પરથી સીધો તેને દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં લઈ જવાશે. અનમોલ બાબા સિદ્દિકી અને સિદ્ધુ મૂસેવાલા હત્યાકાંડ, સલમાન ખાનના ઘર પર ફાયરિંગ સહિતના હાઈપ્રોફાઈલ કેસમાં આરોપી છે. અમેરિકાએ 200 ભારતીયોને ડિપોર્ટ કર્યા હતા. આ ડિપોર્ટ કરાયેલા લોકોમાં ગેંગસ્ટર અનમોલ બિશ્નોઈ અને પંજાબના બે વોન્ટેડ ઉપરાંત 197 ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સનો સમાવેશ થાય છે. આ વિમાન અમેરિકાથી ઉડાન ભરીને ભારત પહોંચ્યું છે.. આ કાર્યવાહી ટ્રમ્પ વહીવટીતંત્રની કડક ઇમિગ્રેશન નીતિઓનો એક ભાગ છે. અગાઉ, ફેબ્રુઆરીમાં, અમેરિકાએ 200 થી વધુ ભારતીયોને ડિપોર્ટ કર્યા હતા.  અમેરિકાથી 200 લોકો સાથે ડિપોર્ટ કરીને ભારત લવાયેલો અનમોલ બુધવારે સવારે દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉતર્યો હતો. NIAના સૂત્રોના જણાવ્યા અનુસાર, તેને એરપોર્ટથી સીધા પટિયાલા હાઉસ કોર્ટમાં કોર્ટમાં હાજર થવા માટે લઈ જવામાં આવશે. અનમોલ બાબા સિદ્દિકી હત્યા કેસ, સિદ્ધુ મૂસેવાલા હત્યા કેસ અને સલમાન ખાનના ઘરે ગોળીબાર સહિત અનેક હાઇ-પ્રોફાઇલ કેસોમાં આરોપી છે. ઉલ્લેખનીય છે કે યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીએ મંગળવારે અનમોલ બિશ્નોઈને ભારત ડિપોર્ટ કર્યો હતો. NIA ટીમ દ્વારા અનમોલને એરપોર્ટ પર તરત જ અટકાયતમાં લેવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, પટિયાલા હાઉસ કોર્ટમાં હાજર થયા બાદ NIA તેની કસ્ટડી લેશે. તેની સામે 18 થી વધુ કેસ નોંધાયેલા છે, જેમાં હથિયારો સપ્લાય અને લોજિસ્ટિકલ સપોર્ટનો સમાવેશ થાય છે.