મમદાની ભારતીય સમુદાયને નફરત કરે છે અને સોશિયલિસ્ટ કોમ્યુનિસ્ટ એજન્ડા ચલાવે છે : એરિક ટ્રમ્પ

November 19, 2025

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દિકરા એરિક ટ્રમ્પે ન્યૂયોર્કના નવા ચૂંટાયેલા મેયર જોહરાન મમદાની પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યુ કે મમદાની ભારતીય સમુદાયને નફરત કરે છે અને સોશિયલિસ્ટ કોમ્યુનિસ્ટ એજન્ડા ચલાવે છે. એક ઇન્ટરવ્યુ દરમિયાન ટ્રમ્પ જુનિયરે મમદાનીને એક સમાજવાદી કોમ્યુનિસ્ટ કહ્યા છે. 

જે કરિયાણાની દુકાનોનું રાષ્ટ્રીયકરણ કરવા, નેતન્યાહૂની ધરપકડ કરવા માંગે છે,તે યહૂદી લોકોને નફરત કરે છે, અને તે ભારતીય વસ્તીને પણ નફરત કરે છે. તેમણે જોર આપતા કહ્યુ કે મમદાની સેફ સ્ટ્રીટ, ક્લીન સ્ટ્રીટ અને રીઝનેબલ ટેક્સ જેવી મૂળભૂત બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને સૂચવ્યું કે શહેર "સરકારી હસ્તક્ષેપ વિના" સમૃદ્ધ થઈ શકે છે.

એરિક ટ્રમ્પે મમદાનીના વામપંથિય નેતા તરીકેના ઉદયને ન્યૂયોર્કમાં ઊભી થયેલી વ્યાપક ગિરાવટનું સૂચક ગણાવ્યું. તેમણે કહ્યું, “અતિ-વામપંથિય નીતિઓ મુખ્ય અમેરિકન શહેરોને નબળા બનાવી રહી છે.” મમદાનીને કટ્ટરવાદી” ફેરફારનું ઉદાહરણ ગણાવી તેમણે જણાવ્યું કે આ શહેરના ભવિષ્ય માટે ચિંતાનો વિષય છે. 34 વર્ષના મમદાની ન્યૂયોર્કના પહેલા મુસ્લિમ, પહેલા દક્ષિણ એશિયાઈ અને આફ્રિકી મૂળના પ્રથમ મેયર બની રહ્યાં છે. તેમની જીત બાદ અમેરિકન કન્ઝર્વેટિવ વર્તુળોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.