મંગળ વૃષભ રાશિમાં થયો માર્ગી, આ 4 રાશિના જાતકોને થશે ફાયદો
January 15, 2023

અમદાવાદ : જયારે પણ કોઈ ગ્રહ રાશિ પરિવર્તન કરે છે તેની અસર તમામ 12 રાશિઓને થાય છે. આ વખતે મંગળ ગ્રહ વૃષભ રાશિમાં માર્ગી થશે. જેનાથી ઘણી રાશિઓને જમીન સુખ, વાહન સુખનો લાભ મળશે. ચાલો જાણીએ કશી રાશિના જાતકોને આનો લાભ મળશે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નવગ્રહોમાં સૌથી ઉગ્ર ગ્રહ મંગળને માનવામાં આવે છે. આ ગ્રહને વીરતા, પરાક્રમ, સાહસ, યુદ્ધ અને ભૂમિ કારક ગ્રહ માનવામાં છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કોઈ જાતકની કુંડળીમાં મંગળ પહેલા, ચોથા, સાતમાં, આઠમાં કે બારમાં સ્થાનમાં રહેલો હોય તો આ સ્થિતિમાં મંગળદોષ માનવામાં આવે છે. મંગળ ગ્રહની આ સ્થિતિ તે જાતકના જીવનમાં કેટલીક મુશ્કેલીઓ ઉભી કરી શકે છે. મંગળ વૃશ રાશિમાં માર્ગી થવાથી આ 4 રાશિ પર તેની સારી અસર જોવા મળશે.
કર્ક:
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કર્ક રાશિના જાતકો માટે મંગળનું માર્ગી થવું શુભ માનવામાં આવી રહ્યું છે. કર્ક રાશિ માટે મંગળ ગ્રહ દસમાં ઘરનો સ્વામી છે. તેવામાં આં રાશિના જાતકોની આર્થિક સમસ્યા દુર થશે , સારી નોકરીની તક મળશે અને નોકરીમાં તરક્કી મળવાના યોગ છે. જે વિધાર્થીઓ સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરી રહ્યા છે તેમને સફળતા મળશે.
સિંહ:
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સિંહ રાશિના જાતકોને મંગળનું વૃષભ રાશિમાં પ્રવેશ ફળદાયક રહેશે. સિંહ રાશિના જાતકોના જીવનમાં લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યા અને પરેશાનીઓ દુર થશે. માતા-પિતા સાથે સંબંધો સુધરશે. રીયલ એસ્ટેટ અને હેલ્થ સેક્ટર સાથે જોડાયેલા લોકો માટે મંગળનું વક્રી થવું ખુબ લાભદાયક માનવામાં આવે છે.
ધનુ:
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ધનુ રાશિના જાતકો માટે મંગળનું માર્ગી થવું શુભ રહેશે. ધનુ રાશિમાં છઠ્ઠા સ્થાનમાં મંગળના માર્ગી થવાથી શત્રુઓ પર વિજય મળશે. કોર્ટ કચેરીના નિર્ણય તમારા પક્ષમાં આવશે. જે વિધાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેમને સફળતા મળશે. સ્વાસ્થ્યની દ્રષ્ટીએ સમય અનુકુળ રહેશે. વિદેશ યાત્રાના યોગ છે.
કુંભ:
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કુંભ રાશિના જાતકો માટે પણ મંગળનું માર્ગી થવું શુભ ફળ આપનારું રહેશે. મંગળના રાશિ પરિવર્તનથી કુંભ રાશિના જાતકોને નવી પ્રોપર્ટી કે નવા સાધનના યોગ બને છે. આ રાશિના જાતકો માટે આ સમય ખુબ સારો છે. તમે જે પણ કામ કરવાનું વિચારશો તેમાં સફળતા મળશે.
Related Articles
આજે નવરાત્રીનો નવમો દિવસ, શાસ્ત્રોથી જાણો મા સિદ્ધિદાત્રીની કથા અને પૂજાનું મહત્વ
આજે નવરાત્રીનો નવમો દિવસ, શાસ્ત્રોથી જાણ...
Oct 23, 2023
દિલ્હીના જુદાજુદા મંદિરોમાં સિદ્ધિદાત્રી સ્વરૂપના દર્શન માટે ઉમટી ભક્તોની ભીડ
દિલ્હીના જુદાજુદા મંદિરોમાં સિદ્ધિદાત્રી...
Oct 23, 2023
આજે નવરાત્રીનો ચોથો દિવસ, શાસ્ત્રોથી જાણો મા કૂષ્માંડાની કથા અને પૂજાનું મહત્વ
આજે નવરાત્રીનો ચોથો દિવસ, શાસ્ત્રોથી જાણ...
Oct 18, 2023
ગુરુ-શનિ થશે વક્રી, 23 નવેમ્બર સુધી ચાલશે ઊંધી ચાલ, જાણો કઈ રાશિઓને થશે લાભ
ગુરુ-શનિ થશે વક્રી, 23 નવેમ્બર સુધી ચાલશ...
Oct 17, 2023
નવરાત્રિમાં ન કરો ઉપવાસ તો કરી લો આ કામ, મળશે માતાજીની કૃપા
નવરાત્રિમાં ન કરો ઉપવાસ તો કરી લો આ કામ,...
Oct 15, 2023
કર્ક, કન્યા અને કુંભ રાશિના જાતકો માટે 7 દિવસ કષ્ટકારી, શનિ-રાહુ બન્યા છે કારણ
કર્ક, કન્યા અને કુંભ રાશિના જાતકો માટે 7...
Oct 10, 2023
Trending NEWS

06 December, 2023

06 December, 2023

06 December, 2023

05 December, 2023

05 December, 2023

05 December, 2023

05 December, 2023

05 December, 2023

05 December, 2023

05 December, 2023