Breaking News :
સુરતમાં હચમચાવી દેનારી ઘટના, માતા પોતાનાં બે સંતાનો સાથે રેલવે ટ્રેક પર સૂઈ ગઈ, મહિલાનું મોત, બંને બાળકો સારવાર હેઠળ બહુમતી છતાં મહારાષ્ટ્રમાં NDAમાં આંતરિક વિખવાદ? કેબિનેટમાં શિંદેની ગેરહાજરીથી ફરી રાજકારણ ગરમાયું '124 વર્ષની મહિલા ફર્સ્ટ ટાઈમ વોટર', કોણ છે મિંતા દેવી જેમની તસવીરવાળી ટીશર્ટ પહેરી વિપક્ષે કર્યો વિરોધ 'અબોલ પશુઓને આ રીતે હટાવવા ક્રૂરતા', રખડતાં કૂતરા અંગે SCના આદેશનો રાહુલ ગાંધીએ કર્યો વિરોધ કેશ કાંડ મામલે એક્શન મોડમાં સંસદ, યશવંત વર્મા વિરુદ્ધ તપાસ માટે કમિટીની રચના 'મુસ્લિમ દંપતિ પરસ્પર સંમતિથી છૂટાછેડા લઈ શકે છે', ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો

મોહમ્મદ સિરાજ હવે ટીમ ઈન્ડિયાથી બહાર થશે? ગૌતમ ગંભીરના આ નિર્ણય બાદ ચર્ચા શરૂ

August 06, 2025

ઇંગ્લેન્ડ સામે હાલમાં પૂર્ણ થયેલી ટેસ્ટ સીરિઝમાં ભારતીય ટીમના ઝડપી બોલર મોહમ્મદ સિરાજે અદ્ભુત બોલિંગ કરી મેચને જીતવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. આ સીરિઝમાં તેણે કુલ 23 વિકેટ લઈને સૌથી સફળ બોલર તરીકે ઉભરી આવ્યો. તેની બોલિંગમાં ઇંગ્લેન્ડના બેટ્સમેનો ખૂબ હેરાન થયા હતા. ભારતે છેલ્લી ટેસ્ટ મેચ જીતી હતી. હવે ભારતીય ટીમ બ્રેક બાદ સપ્ટેમ્બર 2025માં એશિયા કપ 2025 માટે મેદાન પર પરત જોવા મળશે, પરંતુ સવાલ એ છે કે શું સિરાજ તે ટીમનો ભાગ હશે? હાલમાં એશિયા કપ 2025નું શેડ્યૂલ જાહેર થયું છે. 9 સપ્ટેમ્બરથી લઈને 28 સપ્ટેમ્બર સુધી UAEમાં આ ટુર્નામેન્ટ રમાશે. જે T20 ફોર્મેટમાં રમાશે. પણ શું આ ટુર્નામેન્ટમાં સિરાજ પણ જોવા મળશે કે નહીં એવો સવાલ અનેક ક્રિકેટપ્રેમીઓના મનમાં છે. જણાવી દઈએ કે, મોહમ્મદ સિરાજે તેની કારકિર્દીમાં અત્યાર સુધી 44 વનડે અને ઘણી ટેસ્ટ મેચોમાં ઘણું સારું પ્રદર્શન આપ્યું છે. જોકે, T20 ફોર્મેટમાં સિરાજની બોલિંગ એટલી સારી નથી રહી. તેણે ભારત માટે છેલ્લી T20 સીરિઝ જુલાઈ 2024માં શ્રીલંકા સામે રમી હતી, પરંતુ ત્યારબાદ બાંગ્લાદેશ, સાઉથ આફ્રિકા અને ઇંગ્લેન્ડ સામેની T20 સીરિઝમાં તેને તક મળી નહોતી. જુલાઈ 2024માં ગૌતમ ગંભીર ભારતીય ટીમના હેડ કોચ તરીકે નિયુક્ત થયા બાદ સિરાજે માત્ર એક T20 સીરિઝ જ રમી શક્યો છે. ગંભીરની કોચિંગમાં ટીમનું ધ્યાન યુવા ખેલાડીઓ પર રહ્યું છે, જેનાથી સિરાજ જેવા અનુભવી બોલરને T20 ફોર્મેટમાં ઓછી તક મળી છે. ગંભીરની રણનીતિ અલગ-અલગ ફોર્મેટ માટે અલગ ટીમ તૈયાર કરવાની રહી છે, જેમાં સિરાજની જગ્યા ટેસ્ટ અને વનડેમાં વધુ મજબૂત દેખાય છે. આવી સ્થિતિમાં શું T20 ફોર્મેટમાં સિરાજ ગંભીરની પહેલી પસંદ રહેશે કે નહીં ? તે આવનાર સમયમાં જાણવા મળશે.  મોહમ્મદ સિરાજે ટીમ ઇન્ડિયા માટે હજુ સુધી 16 T20 મેચ જ રમી છે. આ દરમિયાન તેણે 7.79ની રનરેટે 14 વિકેટ લીધી છે. એટલું જ નહીં, તે 2024માં T20 વર્લ્ડ કપ જીતનારી ભારતીય ટીમનો ભાગ હતો. તેને શરૂઆતની મેચમાં ટીમની પ્લેઇંગ 11માં પણ પસંદ કરવામાં આવ્યો.