Breaking News :
રાંચીમાં રણસંગ્રામ! વિધાનસભા પરિસરમાં ઘૂસ્યા વિદ્યાર્થીઓ, ગેટ પાસે જ આંદોલન; અન્ય જિલ્લાની પોલીસ ફોર્સ બોલાવાઈ પ્રચંડ વહેણમાં કાર તણાઇ, 8 લોકોના કરુણ મોત! મધ્ય પ્રદેશમાં ભારે વરસાદ વચ્ચે મોટી દુર્ઘટના સાઉદી અરબમાં સોફા ફેક્ટરીમાં ભીષણ આગ, 16 બાંગ્લાદેશી શ્રમિકોના મોત સુરતમાં નવી સિવિલ હોસ્પિટલના બોયઝ પીજી હોસ્ટેલમાં 29 વર્ષીય રેસિડેન્ટ ડોક્ટરના આપઘાતમાં રેગિંગનો ઘટસ્ફોટ ઝારખંડમાં ત્રીજા રાઉન્ડની બેઠકમાં સરકારે 50% માગણી સ્વીકારી છતાં વિદ્યાર્થીઓનું આંદોલન યથાવત રહેશે કેનેડામાં બ્રિટિશ કોલંબિયાના વિક્ટોરિયા એરપોર્ટ પર બાળકે સીટબેલ્ટ બાંધવાનો ઇનકાર કરતા પોર્ટર એરલાઇન્સની ફ્લાઇટ રદ

'હવે ક્યારેય એર ઈન્ડિયામાં સફર નહીં કરું..' અમદાવાદ પ્લેન ક્રેશ બાદ દિગ્ગજ ક્રિકેટરે સોશિયલ મીડિયા પર સ્ટોરી શેર કરી

June 14, 2025

ગુરુવારે અમદાવાદથી લંડન જતી વખતે એર ઇન્ડિયાનું ડ્રીમલાઇનર પ્લેન મેડિકલ કોલેજ હોસ્ટેલ સાથે અથડાઈને ક્રેશ થયું હતું. પ્લેનમાં 242 લોકો સવાર હતા. તેમાંથી ફક્ત એક જ મુસાફર બચી શક્યો હતો. આ દુર્ઘટના હ્રદય કંપાવનારી હતી. જોકે અકસ્માતના કારણોની હજુ સુધી પુષ્ટિ થઈ શકી નથી. આ દરમિયાન ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ડેવિડ વોર્નરે સોશિયલ મીડિયા પર એક સ્ટોરી શેર કરી છે. જેમાં એર ઇન્ડિયાનો ભૂતપૂર્વ કર્મચારી દાવો કરે છે કે આ પ્લેનમાં ઘણા વર્ષોથી સમસ્યાઓ હતી પરંતુ તેને અવગણવામાં આવી હતી. ડેવિડ વોર્નર લાંબા સમયથી IPLનો ભાગ છે અને ઓસ્ટ્રેલિયા તરફથી રમતી વખતે તે ઘણી વખત ભારતનો પ્રવાસ પણ કરી ચૂક્યો છે અને આ સમય દરમિયાન તેણે ભારતમાં પોતાના પરિવાર સાથે ઘણો સમય પણ વિતાવ્યો છે. જોકે, ડેવિડ વોર્નર એર ઇન્ડિયાના ભૂતપૂર્વ કર્મચારીના દાવાઓથી ખૂબ જ હચમચી ગયો છે અને તેણે કહ્યું છે કે, 'હું ક્યારેય એર ઇન્ડિયામાં મુસાફરી નહીં કરું.' આ સાથે જ ડેવિડ વોર્નરે પોતાના સોશિયલ મીડિયામાં સ્ટોરી પોસ્ટ કરીને લખ્યું, 'જો કર્મચારીની આ વાત સાચી હોય, તો તે ખૂબ જ આઘાતજનક છે. બધા પરિવારો પ્રત્યે સંવેદના. હવે હું ફરી ક્યારેય એર ઇન્ડિયામાં મુસાફરી નહીં કરું.' વિમાનમાં કુલ 242 લોકો સવાર હતા, જેમાંથી એક નાગરિક સિવાય બધાના મોત થયા હતા. આ સિવાય મેસ તથા હોસ્ટેલમાં હાજર અનેક લોકો આ દુર્ઘટનાની લપેટમાં આવી ગયાની માહિતી છે.