હવે ચમત્કારિક પ્રભાવનો દાવો કરતી દવાની જાહેરાત ગેરકાયદે, દંડને પાત્ર :કેન્દ્ર

October 09, 2024

જો કે હવે આવી દવાઓ પર થતાં દાવાઓને લઈને કેન્દ્રીય આયુષ મંત્રાલયે મોટી જાહેરાત કરી છે.મંત્રાલયે જણાવ્યું છે કે આવી જાહેરાતો જાહેર સ્વાસ્થ્યને ખતરામાં નાખી શકે છે અને ગેરમાર્ગે દોરી શકે છે. એક જાહેર નોટિસમાં કેન્દ્રીય મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે તેઓ કોઈપણ આયુર્વેદિક, સિદ્ધ, યૂનાની અને હોમિયોપથિક કંપની અથવા તેની દવાને પ્રમાણિત કે અનુમોદિત કરતું નથી અને કોઈ એએસયુએન્ડએચ નિર્માતા અથવા કંપનીને વેચાણ માટે મેન્યુફેક્ચરિંગનું લાઇસન્સ પણ નથી આપતું.

આ ઉપરાંત ડ્રગ એન્ડ કોસ્મેટિક એક્ટ, 1940 તથા તેને અંતર્ગત નિયમોની વર્તમાન જોગવાઈઓ અનુસાર કોઈપણ એએસયુએન્ડએચ દવાઓના વેચાણ માટે મેન્યુફેક્ચરિંગના લાઇસન્સ સંબંધિત રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશના લાઇસન્સિંગ ઓથોરિટી દ્વારા આપવામાં આવે છે.

કેન્દ્રીય મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે રોગોના ઉપચાર માટે ચમત્કારી અથવા અલૌકિક પ્રભાવોનો દાવો કરતી એએસયુએન્ડએચ દવાઓની જાહેરાત કરવી ગેરકાયદે છે. આવી જાહેરાત અનવેરિફાઇડ અને ખોટા દાવાઓને વેગ આપીને જાહેર સ્વાસ્થ્યને ગેરમાર્ગે દોરીને ભયમાં નાખી શકે છે.

મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે ડ્રગ એન્ડ મેજિક રેમેડિઝ(ઓબ્જેક્શનેબલ એડવર્ટાઇઝમેન્ટ) એક્ટ, 1954 હેઠળ કેટલીક બીમારીઓ અને સ્થિતિઓના ઉપચાર માટે દવાઓ અને જાદુઈ ઉપચારની જાહેરાત પર કડક પ્રતિબંધ મૂકે છે. આ એક્ટનું ઉલ્લંઘન કરતાં પકડાયેલાં કોઈપણ વ્યક્તિ કાયદા હેઠળ નિર્ધારિત દંડ મેળવવા જવાબદાર બનશે.