પાકિસ્તાનનો સ્ટાર બેટર 616 દિવસથી ફ્લોપ, ટીમથી બહાર ફેંકાવાનું જોખમ, ફોર્મમાં જ નથી
September 03, 2024

પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચેની 2 ટેસ્ટ મેચની સીરિઝની બીજી મેચ રાવલપિંડીમાં રમાઈ રહી છે. આ સીરિઝમાં પાકિસ્તાની ટીમ સતત ખરાબ પ્રદર્શન કરી રહી છે. બીજી મેચમાં પણ પાકિસ્તાનના સ્ટાર બેટર બાબર આઝમે નિરાશાજનક પ્રદર્શન કર્યું હતું. બાબર બીજી ઇનિંગમાં માત્ર 11 રન બનાવીને આઉટ થઇ ગયો હતો. ઝડપી બોલર નાહિદ રાણાએ બાબરને આઉટ કર્યો હતો. આ ટેસ્ટની પહેલી ઇનિંગ્સમાં બાબરે 31 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશના શાકિબ અલ હસને તેણે એલબીડબલ્યુ કરી આઉટ કર્યો હતો. પહેલી ટેસ્ટ મેચમાં પણ બાબરે નિરાશાજનક પ્રદર્શન કર્યું હતું. બાબરે પહેલી ઇનિંગ્સમાં 0 રન અને બીજી ઇનિંગ્સમાં 22 રન કરી આઉટ થઇ ગયો હતો. છેલ્લી 16 ટેસ્ટ મેચમાં બાબર એક પણ અડધી સદી ફટકારી શક્યો નથી. બાબરે છેલ્લે ટેસ્ટમાં 50થી વધારેનો સ્કોર ડિસેમ્બર 2022માં કર્યો હતો, ત્યારે તેણે કરાચીમાં ન્યૂઝીલેન્ડ સામે 161 રનની ઇનિંગ રમી હતી. ત્યારથી બાબરનું બેટ શાંત જ છે. બાબર 16 ઇનિંગ્સમાં 331 રન જ બનાવી શક્યો છે. આ સમયગાળા દરમિયાન તેની સરેરાશ 20.68 રહી હતી. અને તેનો શ્રેષ્ઠ સ્કોર 41 રન રહ્યો હતો. બાબર 616 દિવસથી ટેસ્ટ ક્રિકેટમાં એકપણ અડધી સદીની ઇનિંગ રમી શક્યો નથી. તાજેતરમાં એવા અહેવાલો સામે આવ્યા હતા કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ(PCB) ટીમના પ્રદર્શનમાં સુધારો લાવવા માટે AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ)ની મદદ લેશે. જેનો ઉપયોગ કરીને ખરાબ પ્રદર્શન કરનારા ખેલાડીઓને ટીમમાંથી બહાર કરવામાં આવશે. આ આખો પ્લાન પીસીબીના ચેરમેન મોહસિન નકવીનો છે. બાબર જે રીતે પ્રદર્શન કરી રહ્યો છે તેને જોતા તે ટીમમાંથી બહાર થઇ શકે છે.
Related Articles
રોહિત બાદ કોહલીની પણ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લેવાની ઈચ્છા, જુઓ BCCIએ શું કહ્યું
રોહિત બાદ કોહલીની પણ ટેસ્ટ ક્રિકેટમાંથી...
May 10, 2025
અંબાતી રાયડુનો યુ-ટર્ન, વિવાદિત ટિપ્પણી બાદ બની ગયો 'દેશભક્ત'
અંબાતી રાયડુનો યુ-ટર્ન, વિવાદિત ટિપ્પણી...
May 10, 2025
ધર્મશાલામાં પંજાબ અને દિલ્હી વચ્ચેની મેચ રદ, ખેલાડીઓને દિલ્હી લઈ જવા વિશેષ ટ્રેનની કરી વ્યવસ્થા
ધર્મશાલામાં પંજાબ અને દિલ્હી વચ્ચેની મેચ...
May 09, 2025
ઓપરેશન સિંદૂર: ગૌતમ ગંભીર, સુરેશ રૈના, વરુણ ચક્રવર્તી સહિતના ક્રિકેટર્સે જુઓ શું કહ્યું
ઓપરેશન સિંદૂર: ગૌતમ ગંભીર, સુરેશ રૈના, વ...
May 07, 2025
અમે આ કારણે હાર્યા, આ ખરેખર અપરાધ છે...' GT સામે હાર બાદ હાર્દિક પંડ્યાનું મોટું નિવેદન
અમે આ કારણે હાર્યા, આ ખરેખર અપરાધ છે...'...
May 07, 2025
આ ખેલાડીને ટેસ્ટ ટીમનો વાઇસ કેપ્ટન બનાવી શકે છે BCCI, બુમરાહનું કપાશે પત્તું!
આ ખેલાડીને ટેસ્ટ ટીમનો વાઇસ કેપ્ટન બનાવી...
May 06, 2025
Trending NEWS

સીએ ઈન્સ્ટિટ્યુટ દ્વારા 14મી સુધીની તમામ પરીક્ષાઓ...
10 May, 2025