પોરબંદરના યુવકની મોઝામ્બિકમાં હત્યા, મૃતદેહ વતન લવાયો
March 23, 2025

મળતી માહિતી મુજબ, ગુજરાતના પોરબંદરના વિનય સોહનભાઈ સોનેજી (ઉં.વ. 36) છેલ્લા સોળ વર્ષથી મોઝામ્બિકના માપુટો ખાતે રહેતા હતા. વિનય માપુટોમાં 'ગેનાગેનાદ' (પધારો...પધારો) નામનો જનરલ સ્ટોર ચલાવીને વેપાર કરતાં હતા. જ્યારે ત્યાંની લોકલ ગેંગના લૂંટારૂઓએ વિનયનું અપહરણ કર્યું હતું. જેમાં વિગત એવી છે કે, 3 માર્ચની રાત્રે 8:10 કલાકે પોતાની શોપ વધાવીને ગુજરાતી સ્ટાફના બે માણસો અને એક ગાર્ડ સાથે દુકાન બંધ કરીને વિનય પોતાની ગાડી લેવા રોડ ક્રોસ કરી રહ્યો હતો, ત્યારે અચાનક જ લૂંટારૂઓ એક કારમાં ત્યાં આવી પહોંચ્યા હતા. કારમાંથી બે શખ્સો હથિયાર સાથે ઉતર્યા અને અંધાધૂંધ ફાયરીંગ કરીને ગણતરીની સેકન્ડોમાં જ વિનયનું અપહરણ કરીને ફરાર થઈ ગયા હતા.
સમગ્ર ઘટનાને લઈને લૂંટારૂઓએ વિનયના સાથીદારોને ફોન કરીને 30 લાખ રૂપિયાની માંગણી કરી હતી. જેને લઈને વિનય સાથે વાત કરાવવાની શરતે લૂંટારૂઓની માગને સ્વીકારવામાં આવી હતી. જેમાં આરોપીઓએ થોડા સમય પછી વાત કરાવીશું એમ કહ્યું હતું. જોકે, આ પછી ત્રણ દિવસથી વધુ સમય થયો છતાં લૂંટારૂઓનું ફોન આવ્યો ન હતો.
Related Articles
ગુજરાતમાં ભારે પવન સાથે 4 દિવસ માવઠાની આગાહી, 20 જિલ્લામાં પડી શકે વરસાદ
ગુજરાતમાં ભારે પવન સાથે 4 દિવસ માવઠાની આ...
Mar 29, 2025
અમદાવાદના એમેઝોન વેરહાઉસ પર BISના દરોડા, 5834 બિનપ્રમાણિત ઉત્પાદનો જપ્ત કરાયા
અમદાવાદના એમેઝોન વેરહાઉસ પર BISના દરોડા,...
Mar 28, 2025
વલસાડમાં ભત્રીજો બન્યો હેવાન, કાકી પર બે વખત દુષ્કર્મ આચર્યા બાદ કરી હત્યા
વલસાડમાં ભત્રીજો બન્યો હેવાન, કાકી પર બે...
Mar 27, 2025
સાણંદમાં ઘરકંકાસના કારણે પરિવાર વિખેરાયો: પત્નીની હત્યા બાદ પતિએ આપઘાત કર્યો
સાણંદમાં ઘરકંકાસના કારણે પરિવાર વિખેરાયો...
Mar 26, 2025
અમદાવાદ પોલીસને હરિયાણામાં નડ્યો અકસ્માત, 3 પોલીસકર્મીઓના ઘટનાસ્થળે જ મોત
અમદાવાદ પોલીસને હરિયાણામાં નડ્યો અકસ્માત...
Mar 26, 2025
અમદાવાદના અસામાજિક તત્ત્વોની બીજી યાદી તૈયાર, કાર્યવાહીનો સિલસિલો યથાવત રહેશે
અમદાવાદના અસામાજિક તત્ત્વોની બીજી યાદી ત...
Mar 25, 2025
Trending NEWS

28 March, 2025

28 March, 2025

28 March, 2025

27 March, 2025

27 March, 2025

26 March, 2025

26 March, 2025

26 March, 2025

26 March, 2025

26 March, 2025