રાજસ્થાનમાં લાંચ માંગનારા ત્રણ ધારાસભ્યો સામે તપાસનાં આદેશ
December 15, 2025
આ કાર્યવાહી હેઠળ તપાસનું પરિણામ આવવા સુધી આરોપી નેતાઓના એમએલએ-લોકલ એરિયા ડેવલોપમેન્ટ (એમએલએ-એલએડી) એકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે. આ કાર્યવાહી એક અખબારના સ્ટિંગ ઓપરેશન પછી કરવામાં આવી છે. આ ઓપરેશનમાં ખિંવસારના ભાજપ એમએલએ રેવંતરામ ડાંગા, હિંડૌનના કોંગ્રેસ એમએલએ અનિતા જાટવ તથા બયાનાથી અપક્ષ એમએલએ રિતુ બનાવત પર એમએલએ-એલએડી ફંડથી રકમ મંજૂર કરવાનાં બદલામાં કમિશન લેવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. મુખ્યપ્રધાન ભજનલાલ શર્માએ એક્સ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે અમારી સરકાર કોઇ પણ સરકારી સેવકના ભ્રષ્ટાચાર વિરુદ્ધ ઝીરો ટોલેરન્સ નીતિ અપનાવે છે. કોઇ પણ વ્યકિત ગમે તેટલો વગદાર કેમ ન હોય જો તે ભ્રષ્ટાચારનાં દોષિત ઠેરવવવામાં આવે છે તો તેને છોડવામાં આવશે નહીં. શર્માએ જણાવ્યું હતું કે મુખ્ય સચિવ અને પોલીસ ડાયરેક્ટર જનરલ તથા ચીફ વિજિલન્સ કમિશનરનાં નેતૃત્ત્વમાં એક ઉચ્ચ સ્તરીય સમિતિ દ્વારા તપાસ કરાવવાનાં નિર્દેશ આપવામાં આવ્યા છે. આ નિર્દેશ અનુસાર એસીએસ ભાસ્કર એ સાવંતનાં નેતૃત્ત્વમાં ચાર સભ્યોની એક કમિટી બનાવવામાં આવી છે. જે ૧૫ દિવસની અંદર પોતાનો રિપોર્ટ રજૂ કરશે.
Related Articles
કેતન અગરવાલની હત્યા કરવા વાગ્દત્તા સિયાને તેના પ્રેમીએ ઉશ્કેરી હતી
કેતન અગરવાલની હત્યા કરવા વાગ્દત્તા સિયાન...
Jun 26, 2026
ઉત્તર પ્રદેશમાં પંચાયતોની મુદ્દત પુરી છતાં સરપંચોને સત્તા આપવા નિર્ણય, હાઈકોર્ટ લાલઘૂમ
ઉત્તર પ્રદેશમાં પંચાયતોની મુદ્દત પુરી છત...
Jun 26, 2026
મુંબઈમાં ચોમાસાની તોફાની એન્ટ્રી, 24 કલાકમાં 300 મીમી વરસાદ, રેલવે ટ્રેક ડૂબ્યા, આખું શહેર જળબંબોળ
મુંબઈમાં ચોમાસાની તોફાની એન્ટ્રી, 24 કલા...
Jun 25, 2026
માત્ર પાસપોર્ટ હોવાથી કોઈ ભારતીય નથી બની જતું : વિદેશ મંત્રાલયે નિયમો સ્પષ્ટ કર્યા
માત્ર પાસપોર્ટ હોવાથી કોઈ ભારતીય નથી બની...
Jun 25, 2026
કોલકાતામાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન ગોડાઉનનો શેડ ધરાશાયી થતા 60 શ્રમિક દટાયા, રેસ્ક્યૂ શરૂ
કોલકાતામાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન ગો...
Jun 24, 2026
હત્યારા સુહરાવર્દીના નામે રહેલા રસ્તાનું નામ બદલાતા વિવાદ, મુખ્યમંત્રીએ કર્યું કે મુગલો કે પઠાણોના નામે કોઈ સડક નહીં રખાય
હત્યારા સુહરાવર્દીના નામે રહેલા રસ્તાનું...
Jun 24, 2026
Trending NEWS
26 June, 2026
25 June, 2026
25 June, 2026
25 June, 2026
25 June, 2026
25 June, 2026
25 June, 2026
25 June, 2026
25 June, 2026
25 June, 2026