રાજ્યમાં 70 IPSની બઢતી અને બદલી
July 27, 2023
અમદાવાદ : ગુજરાત પોલીસમાં ઘણા સમયથી બદલ્યોની રાહ જોવાતી હતી, તે આજે એક સાથે 70 IPS (ઈન્ડિયન પોલીસ સર્વિસ)ની બદલી થતાં આતુરતાનો અંત આવ્યો છે. જેમાં ઘણા સમીકરણો સામે આવ્યા છે. જેમાં ગુજરાત પોલીસમાંથી એક જ કહેવાતા પોલીસ અધિકારીઓ સાઈડટ્રેક થયા છે, જ્યારે યુવાનોને મહત્વની તક મળી છે. આજે કરાયેલી બઢતી અને બદલીની વાત કરીએ તો 5 IPSની કેડર પોસ્ટ અપગ્રેડ કરવામાં આવી છે. તો 5 IPSની કેડર પોસ્ટ ડાઉનગ્રેડ કરાઈ છે અને એક IPSને બઢતી આપવામાં આવી છે અને 3 IPSને પગાર વધારો આપવામાં આવ્યો છે. જ્યારે 56 IPSની બદલી કરવામાં આવી છે.
ગુજરાત પોલીસમાં સુપરકોપની ઈમેજ ધરાવતા ઘણા પોલીસ અધિકારીઓને સાઈડ પોસ્ટિંગ થયા છે. જેમાં ગાંધીનગર રેન્જ હવે ચુડાસમાને કરાઈ પોલીસ એકેડેમી, આર બી બ્રહ્મભટ્ટને આઈબી જ્યારે રાજકુમાર પાન્ડિયનને સીઆઇડી ક્રાઈમમાં મૂકવામાં આવ્યા છે. સરકારની અત્યંત નજીક ગણાતા અનુપમસિંહ ગેહલોતને વડોદરા પોલીસ કમિશનરનો તાજ પહેરાવવામાં આવ્યો છે.
બીજી તરફ અમદાવાદ શહેરમાંથી ઝોન ટુ, ઝોન થ્રી અને ઝોન સેવનની બદલી થઈ છે. જ્યારે સેક્ટર વન નીરજ બડગુર્જરને જોઈન્ટ કમિશનરને સંયુક્ત પોલીસ કમિશનર અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ, જ્યારે એડમિન આઈજી બ્રિજેશકુમાર ઝાને અમદાવાદના સેક્ટર 2 સંયુક્ત પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા છે. બીજી તરફ વડોદરા શહેરમાં પણ પોલીસ કમિશનરની બદલી કરવામાં આવી છે. જ્યારે સુરત શહેરના પોલીસ કમિશનર અજય તોમર જાન્યુઆરી મહિનામાં નિવૃત્ત થવાના હોવાથી તેમની બદલી કરવામાં આવી નથી.
અમદાવાદ CP તરીકે જ્ઞાનેન્દ્રસિંહ મલિક
ગુજરાત પોલીસમાં આજે એક સાથે આવેલી બદલીઓમાં કહીં ખુશી કહીં ગમ જેવું વાતાવરણ સર્જાયું છે. જેમાં જે લોકો આશા રાખીને બેઠા હતા, તેમને કદાચ પોસ્ટિંગ નથી મળ્યું. જ્યારે જે લોકોને નામ ચર્ચામાં હતા તેઓ પણ સાઈટ થયા છે, એની સાથે આ વખતની બદલીઓમાં સૌથી વધુ યુવાનોને સ્થાન મળી છે. અમદાવાદ શહેરમાં યુવાન આઈપીએસ ઓફિસર આવ્યા છે, જ્યારે એક ક્લીન અને મેચ્યોર છબી ધરાવતા પોલીસ કમિશનર તરીકે જ્ઞાનેન્દ્રસિંહ મલિકને પોસ્ટિંગ આપવામાં આવ્યું છે, જે થોડા સમય પહેલાં સેન્ટ્રલ ડેપ્યુટેશન પર હતા. જેવો ડેપ્યુટેશન પૂર્ણ કરીને પરત આવ્યા ત્યારથી લીવ રિઝર્વમાં હતા અને એમના નામની ચર્ચા હતી. જ્યારે અન્ય લોકોનું નામની જે ચર્ચા હતી, તે માત્ર ચર્ચા જ રહી ગઈ અને અમદાવાદ શહેરને હવે ત્રણ મહિના બાદ કાયમી પોલીસ કમિશનર મળ્યા છે. જે આવતીકાલે પોલીસ કમિશનરનો ચાર્જ સંભાળ છે તેવી શક્યતા છે.
અમદાવાદ શહેરમાં જેસીપી ક્રાઈમ સેક્ટર વન અને સેક્ટર 2ની બદલી થઈ ગઈ છે. જ્યારે આ ત્રણ પોસ્ટિંગ અમદાવાદની કી પોસ્ટિંગ ગણાય છે. તેની સાથે અમદાવાદના કાયમી પોલીસ કમિશનર મળ્યા બાદ હવે અમદાવાદ શહેર યુવાન આઈપીએસ અધિકારીઓના હાથમાં છે. તેની સાથે અમદાવાદ શહેરમાં મહિલા અધિકારીઓને તેટલું પ્રધાન્ય મળ્યું છે. જેમાં ઝોન વન, ઝોન ફોર અને ઝોન થ્રી-માં પણ મહિલા અધિકારી મૂકવામાં આવ્યા છે. જ્યારે પહેલાથી કંટ્રોલ ટ્રાફિક જેવી જગ્યાએ પણ મહિલા આઈપીએસ ઓફિસર કાર્યરત છે.
અનુપમસિંહ ગેહલોતને વડોદરા CPની જવાબદારી
વડોદરા પોલીસ કમિશનર તરીકે સરકારના ખૂબ નજીક ગણાતા અનુપમસિંહ ગેહલોતને પોસ્ટિંગ મળ્યું છે. જ્યારે નીરજકુમાર બળગુર્જરને ક્રાઈમ બ્રાન્ચના જેસીપી બનાવવામાં આવ્યા છે. વડોદરા પોલીસ કમિશનર શમશેરસિંહની બદલી કરવામાં આવી છે, જે પણ એક ચોંકાવનારો નિર્ણય કહી શકાય છે.
નામ | હાલ પોસ્ટિંગ | પહેલાં ક્યાં હતા |
જ્ઞાનેન્દ્રસિંહ મલિક | અમદાવાદ પોલીસ કમિશનર | દિલ્હી ડેપ્યુટેશન |
ડો.શમશેરસિંઘ | DG લો એન્ડ ઓર્ડર ગાંધીનગર |
પોલીસ કમિશનર, વડોદરા સિટી |
ડો.નિરજા ગોત્રુ | એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ, ગાંધીનગર |
ડાયરેક્ટર, સિવિલ ડિફેન્સ એન્ડ કમાન્ડેન્ટ જનરલ, હોમગાર્ડઝ, અમદાવાદ, ADGP, સ્ટેટ મોર્નિંગ સેલ, ગાંધીનગર |
આર,બી. બ્રહ્મભટ્ટ | એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ, CID |
ADGP, CID (ક્રાઈમ & રેલવેઝ), ગાંધીનગર, ADGP (હ્યુમન રાઇટ્સ), ગાંધીનગર |
નરસિમ્હા કોમર | એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ, ગાંધીનગર |
ADGP (લો & ઓર્ડર), ગાંધીનગર |
ડો.એસ. પાંડ્યા રાજકુમાર | એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ CID (ક્રાઈમ એન્ડ રેલવેઝ) ગાંધીનગર |
ADGP, (રેલવેઝ), અમદાવાદ, એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર (GUVNL), વડોદરા |
અનુપમસિંઘ ગેહલોત | વડોદરા CP |
ADGP, CID (ઇન્ટેલિજન્સ), ગાંધીનગર, ડાયરેક્ટર, એન્ટી કરપ્શન બ્યુરો, અમદાવાદ |
પિયુષ પટેલ | વેઇટિંગમાં | ADGP, સુરત રેન્જ |
બ્રજેશકુમાર ઝા | JCP સેક્ટર 2 અમદાવાદ | IGP, ગાંધીનગર. |
વબાંગ જામીર | ACP સેક્ટર-1, સુરત સિટી |
IGP (ઇન્ટેલિજન્સ-1), સ્ટેટ CID (IB), ગુજરાત, IGP (ઇન્ટેલિજન્સ-2), ગુજરાત |
અભય ચુડાસમા | પ્રિન્સિપાલ, સ્ટેટ પોલીસ એકેડમી, કરાઈ | IGP, ગાંધીનગર રેન્જ |
વી.ચંદ્રશેકર | પોલીસ મહાનિરીક્ષક, સુરત રેન્જ |
પોલીસ મહાનિરીક્ષક, અમદાવાદ રેન્જ |
એમ. એ. ચાવડા | એક્ઝિક્યુટિવ ડિરેક્ટર (વિજિલન્સ), GSRTC, અમદાવાદ |
ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ, જુનાગઢ રેન્જ, IGP & Principal, PTC,જુનાગઢ |
ડી.એચ. પરમાર | ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ (આર્મ્ડ યુનિટ), વડોદરા | JCP(ટ્રાફિક), સુરત સિટી |
પ્રેમીવીર સિંઘ | નિમણૂક પોલીસ મહાનિરીક્ષક, અમદાવાદ રેન્જ |
જોઈન્ટ પોલીસ કમિશનર (ક્રાઈમ), અમદાવાદ શહેર |
એમ.એસ. ભરાડા | પોલીસ મહાનિરીક્ષક (ઈન્ટેલિજન્સ-1), ગાંધીનગર | JCP સેક્ટર-2, અમદાવાદ |
નિલેશ બી. જાજડિયા | નાયબ પોલીસ મહાનિરીક્ષક, જૂનાગઢ રેન્જ |
નાયબ પોલીસ મહાનિરીક્ષક (કોસ્ટલ સિક્યોરિટી), અમદાવાદ |
ચિરાગ મોહનલાલ કોરડિયા | અધિક પોલીસ કમિશનર, સેક્ટર-1, અમદાવાદ શહેર |
DIGP (પંચમહાલ-ગોધરા રેન્જ) |
પી.એલ. મલ | નાયબ પોલીસ મહાનિરીક્ષક (કોસ્ટલ સિક્યોરિટી), અમદાવાદ/ ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ વધારાનો ચાર્જ | ACP સેક્ટર-1 સુરત સિટી |
એન.એન. ચૌધરી | સંયુક્ત પોલીસ કમિશનર (ટ્રાફિક), સુરત |
ACP (ટ્રાફિક), JCP-અમદાવાદ |
એ.જી. ચૌહાણ | ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ (જેલ), અમદાવાદ |
DIG & સ્ટેટ પોલીસ એકેડેમી, કેરાઇ, IGP (Jail), અમદાવાદ |
આર.વી. અસારી | નાયબ પોલીસ મહાનિરીક્ષક, પંચમહાલ-ગોધરા રેન્જ |
DIGP, ઇન્ટેલિજન્સ-2, ગાંધીનગર |
નિરજકુમાર બડગુજર | અધિક પોલીસ કમિશનર (ક્રાઈમ), અમદાવાદ શહેર |
ACP સેક્ટર-1 અમદાવાદ સિટી |
વિરેન્દ્રસિંઘ યાદવ | કમાન્ડન્ટ, મેટ્રો સિક્યુરિટી-1, અમદાવાદ |
કમાન્ડેન્ટ મેટ્રો સિક્યોરિટી, અમદાવાદ |
વિધિ ચૌધરી | અધિક પોલીસ કમિશનર (વહીવટ, ગુના અને ટ્રાફિક), રાજકોટ શહેર |
જોઇન્ટ ડાયરેક્ટર, ડાયરેક્ટોરેટ ઓફ પ્રોશિક્યુશેન, ગાંધીનગર |
વિશાલકુમાર વાઘેલા | નાયબ પોલીસ મહાનિરીક્ષક (આર્મ્ડ યુનિટ) ગાંધીનગર | એસપી, સાબરકાંઠા |
ડો.લીના માધવરાય પાટીલ | નાયબ પોલીસ કમિશનર, ઝોન-3, વડોદરા શહેર | એસપી, ભરૂચ |
મહેન્દ્ર બગરિયા | પોલીસ અધિક્ષક, કચ્છ-ભુજ (પશ્ચિમ) |
પોલીસ અધિક્ષક, કચ્છ (પૂર્વ), ગાંધીધામ |
તરૂણકુમાર દુગ્ગલ | ડેપ્યુટી પોલીસ કમિશનર, ઝોન-7, અમદાવાદ શહેર | એસપી, ગાંધીનગર |
સરોજ કુમારી | પોલીસ અધિક્ષક, પશ્ચિમ રેલ્વે, વડોદરા |
નાયબ પોલીસ કમિશ્નર (હેડ ક્વાર્ટર), સુરત |
આર.પી. બારોટ | ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ, ઝોન-5, સુરત શહેર | એસપી, મહિસાગર |
ડો.જી.એ. પંડ્યા | પોલીસ અધિક્ષક, સુરેન્દ્રનગર |
એસપી, એન્ટી ઇકોનોમિક ઓફેન્સિઝ વિંગ, CID ક્રાઈમ, DIGP ક્રાઈમ-4, CID (ક્રાઈમ), ગાંધીનગર |
બલરામ મીણા | પોલીસ અધિક્ષક, પશ્ચિમ રેલવે, અમદાવાદ | એસપી, દાહોદ |
કરણરાજ વાઘેલા | પોલીસ અધિક્ષક, વલસાડ |
કમાન્ડેન્ટ SRPF ગ્રુપ ફોર પ્રોટેક્શન ઓફ ઇન્ડસ્ટ્રીઝ, ગાંધીનગર |
યશપાલ જગાણીયા | પોલીસ અધિક્ષક, ડાંગ - આહવા |
ડીસીપ ઝોન-3 વડોદરા સિટી |
એમ.જે. ચાવડા | પોલીસ અધિક્ષક, ભરૂચ |
પોલીસ અધિક્ષક, ઇન્ટેલિજન્સ, ગાંધીનગર |
રવિ મોહન સૈની | ડેપ્યુટી પોલીસ કમિશનર, ઝોન-6, અમદાવાદ શહેર | પોલીસ અધિક્ષક, પોરબંદર |
સંજય જ્ઞાનદેવ ખરાત | પોલીસ અધિક્ષક, એન્ટિ-ઈકોનોમિક ઓફેન્સ સેલ, CID(ક્રાઈમ), ગાંધીનગર | પોલીસ અધિક્ષક, અરવલ્લી |
ધર્મેન્દ્ર શર્મા | પોલીસ અધિક્ષક, CID (ક્રાઈમ), ગાંધીનગર |
પોલીસ અધિક્ષક, છોટાઉદેપુર |
એસ.આર. ઓડેદરા | પોલીસ અધિક્ષક (કોસ્ટલ સિક્યુરિટી), ગાંધીનગર |
પોલીસ અધિક્ષક, CID (ક્રાઈમ), ગાંધીનગર |
વાસમશેટી રવિ તેજા | પોલીસ અધિક્ષક, ગાંધીનગર | પોલીસ અધિક્ષક, જૂનાગઢ |
ડૉ. રવિન્દ્ર પટેલ | પોલીસ અધિક્ષક, પાટણ |
પોલીસ અધિક્ષક, ભાવનગર |
શૈફાલી બરવાલ | પોલીસ અધિક્ષક, અરવલ્લી-મોડાસા |
પોલીસ અધિક્ષક, રાજ્ય ટ્રાફિક શાખા 1, ગાંધીનગર |
બી.આર.પટેલ | કમાન્ડન્ટ, મેટ્રો સિક્યુરિટી-1, અમદાવાદ |
ડેપ્યુટી પોલીસ કમિશ્નર, ઝોન-6, સુરત શહેર |
સાગર બાગમાર | પોલીસ અધિક્ષક, કચ્છ (પૂર્વ), ગાંધીધામ |
ડેપ્યુટી પોલીસ કમિશનર, ઝોન-4, સુરત શહેર |
સુશીલ અગ્રવાલ | પોલીસ અધિક્ષક, નવસારી |
ડેપ્યુટી પોલીસ કમિશ્નર, ઝોન-3, અમદાવાદ શહેર |
વિશાાખા ડબરાલ | ડેપ્યુટી પોલીસ કમિશનર, ઝોન-3, અમદાવાદ શહેર |
કમાન્ડન્ટ, સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ, ONGC, ગ્રુપ-15, મહેસાણા |
શ્રીપાલ શેસ્મા | ડેપ્યુટી પોલીસ કમિશનર, ઝોન-2, અમદાવાદ શહેર |
કમાન્ડેન્ટ, SRPF, ગ્રુપ-3, બનાસકાંઠા |
વિજયસિંઘ ગુર્જર | ડેપ્યુટી પોલીસ કમિશનર, ઝોન-4, સુરત શહેર |
કમાન્ડન્ટ, સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ, ગ્રુપ-14, કલગામ, જિલ્લો:વલસાડ |
અતુલકુમાર બંસલ | કમાન્ડન્ટ, સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ, ગ્રુપ-7, નડિયાદ, ખેડા |
એસીપી, ઇ-ડિવિઝન, અમદાવાદ સિટી |
આલોકકુમાર | કમાન્ડન્ટ, સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ, ગ્રુપ-3, મડાણા, જિ.-બનાસકાંઠા |
મદદનીશ પોલીસ અધિક્ષક, રાજ્ય ટ્રાફિક શાખા, ગાંધીનગર |
શિવમ વર્મા | અધિક્ષક, મધ્ય જેલ, રાજકોટ |
એસીપી, મિસિંગ સેલ, CID ક્રાઈમ, ગાંધીનગર |
જગદીશ બાંગરવા | સુપરિન્ટેન્ડેન્ટ, સેન્ટ્રલ જેલ, વડોદરા | પોસ્ટિંગની રાહ જોતા હતા |
અભિષેક ગુપ્તા | કમાન્ડન્ટ, સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ, ગ્રુપ-14, કલગામ, જિ.: વલસાડ | એસીપી, ખંભાત |
જયદિપસિંહ જાડેજા | પોલીસ અધિક્ષક, મહીસાગર |
ડેપ્યુટી પોલીસ કમિશ્નર, ઝોન-2, અમદાવાદ શહેર |
વિજય પટેલ | પોલીસ અધિક્ષક, સાબરકાંઠા | પોલીસ અધિક્ષક, પાટણ |
રાજેશ ગઢિયા | પોલીસ અધિક્ષક, પોરબંદર | એસપી, ખેડા-નડિયાદ |
રવિરાજસિંહ જાડેજા | કમાન્ડન્ટ, SRPF ગ્રુપ ફોર કમાન્ડન્ટ, ગાંધીનગર | એસપી, ડાંગ-આહવા |
હર્ષદકુમાર કે. પટેલ | પોલીસ અધિક્ષક, ભાવનગર |
એસ.પી. એમ.ટી, ગાંધીનગર |
રાજદીપસિંહ એન. ઝાલા | પોલીસ અધિક્ષક, દાહોદ | પોલીસ અધિક્ષક, વલસાડ |
હરેશકુમાર એમ. દુધાત | પોલીસ અધિક્ષક, ઇન્ટેલિજન્સ, ગાંધીનગર |
પોલીસ અધિક્ષક, સુરેન્દ્રનગર |
હર્ષદ બી. મહેતા | પોલીસ અધિક્ષક, જૂનાગઢ |
નાયબ પોલીસ કમિશનર, ઝોન-5, સુરત શહેર |
ઋષિકેશ બી. ઉપાધ્યાય | કમાન્ડન્ટ, સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ, ONGC, ગ્રુપ-15, મહેસાણા | પોલીસ અધિક્ષક, નવસારી |
હિમાંશુ કુમાર વર્મા | પોલીસ અધિક્ષક, રાજ્ય ટ્રાફિક શાખા-1, ગાંધીનગર | પોસ્ટિંગની રાહ જોતા હતા |
રાજેશકુમાર ટી. પરમાર | ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ, ઝોન-6, સુરત શહેર |
એસપીએસ, પોલીસ અધિક્ષક, પશ્ચિમ રેલ્વે, વડોદરા |
એન.એ.મુનિયા | ડેપ્યુટી પોલીસ કમિશનર (હેડ ક્વાર્ટર), સુરત સિટી |
SPS, ડેપ્યુટી પોલીસ કમિશનર (હેડ ક્વાર્ટર અને એડમિનિસ્ટ્રેશન), વડોદરા શહેર |
ઇમ્તિયાઝ જી. શેખ | પોલીસ અધિક્ષક, છોટાઉદેપુર |
SPS, પોલીસ અધિક્ષક, મરીન ટાસ્ક ફોર્સ કમાન્ડર, પોરબંદર |
બન્નો જોશી | ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (હેડ ક્વાર્ટર), અમદાવાદ શહેર |
SPS, સુપરિન્ટેન્ડેન્ટ, સેન્ટ્રલ જેલ, રાજકોટ |
તેજલ સી. પટેલ | ડેપ્યુટી પોલીસ કમિશનર ઓફ પોલીસ (હેડ ક્વાર્ટર અને એડમિનિસ્ટ્રેશન), વડોદરા શહેર |
Related Articles
પંચમહાલની વાવકુલ્લી-2 દેશની શ્રેષ્ઠ પંચાયત, મુર્મૂના હસ્તે ઍવૉર્ડ એનાયત
પંચમહાલની વાવકુલ્લી-2 દેશની શ્રેષ્ઠ પંચા...
માઉન્ટ આબુમાં -3 ડિગ્રી તાપમાન, બરફની ચાદર પથરાતાં સહેલાણીઓ ઠંડીમાં ઠુંઠવાયા
માઉન્ટ આબુમાં -3 ડિગ્રી તાપમાન, બરફની ચા...
Dec 12, 2024
ઠંડીમાં ઠુઠવાયા ગુજરાતીઓ: 72 કલાક કોલ્ડવેવની શક્યતા, વરસાદી ઝાપટાની પણ આગાહી
ઠંડીમાં ઠુઠવાયા ગુજરાતીઓ: 72 કલાક કોલ્ડવ...
Dec 10, 2024
ગુજરાતમાં શિયાળાની જમાવટઃ નલિયા 10.8 ડિગ્રી ઠંડીથી ઠુંઠવાયું, અમદાવાદમાં 13.2 ડિગ્રી સાથે નોંધાયુ લઘુતમ તાપમાન
ગુજરાતમાં શિયાળાની જમાવટઃ નલિયા 10.8 ડિગ...
Dec 09, 2024
માળિયા હાટીના નજીક બે કાર વચ્ચે અકસ્માત, વિદ્યાર્થીઓ સહિત 7ના મોત, પોલીસ કાફલો ઘટનાસ્થળે
માળિયા હાટીના નજીક બે કાર વચ્ચે અકસ્માત,...
Dec 09, 2024
અમદાવાદમાં BAPS કાર્યકર સુવર્ણ મહોત્સવ, એક લાખથી વધારે કાર્યકરો આવ્યા
અમદાવાદમાં BAPS કાર્યકર સુવર્ણ મહોત્સવ,...
Dec 08, 2024
Trending NEWS
13 December, 2024
13 December, 2024
13 December, 2024
13 December, 2024
13 December, 2024
13 December, 2024
12 December, 2024
12 December, 2024
11 December, 2024
11 December, 2024
Dec 13, 2024