8 વર્ષના રિલેશન અને 4 બાળકો બાદ રોનાલ્ડોએ જોર્જિનાને કર્યું પ્રપોઝ, સગાઈની તસવીર વાઈરલ

August 12, 2025

પોર્ટુગલ : પોર્ટુગલના પ્રખ્યાત ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પોતાની રમતની સાથે પોતાના અંગત જીવનને લઈને પણ હંમેશા ચર્ચામાં રહે છે. 4 બાળકોના પિતા હોવા છતાં રોનાલ્ડોએ આજ સુધી લગ્ન કર્યા નથી, પરંતુ હવે ચાહકો માટે એક સારા સમાચાર છે, કારણ કે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ટૂંક સમયમાં તેની પાર્ટનર જોર્જિના રોડ્રિગ્સ સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. બંનેએ સગાઈ કરી લીધી છે, તેની ગર્લફ્રેન્ડ જોર્જિનાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર સગાઈની વીંટીની તસવીર શેર કરી છે, જે ખૂબ વાઈરલ થઈ રહી છે.

પોર્ટુગલ ફૂટબોલ ટીમના કેપ્ટન ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને મોડેલ જોર્જિના રોડ્રિગ્સ 8 વર્ષથી સાથે છે. તેમની ડેટિંગ વર્ષ 2016માં શરૂ થઈ હતી. જ્યોર્જિના સાથે રોનાલ્ડોને 4 બાળકો છે.

જેમાં વર્ષ 2017માં સરોગસી દ્વારા Eva Maria અને Mateoનો જન્મ થયો હતો. આ જ વર્ષે, Alanaનો પણ જન્મ થયો. વર્ષ 2022માં Bellaનો જન્મ થયો, પરંતુ તેની સાથે જન્મેલા તેના ભાઈનું જન્મ પછી તરત જ અવસાન થયું હતું. રોનાલ્ડોનો એક મોટો દીકરો (રોનાલ્ડો જુનિયર) પણ છે, જેની માતા વિશે કોઈ માહિતી નથી.