બજેટ પહેલા સેન્સેક્સ નિફ્ટી નરમ; રોકાણકારોને LTCG, STCG, STT ઘટવાની અપેક્ષા

July 23, 2024

યુનિયન બજેટ 2024 થી શેરબજારના રોકાણકાર અને ટ્રેડર્સને ઘણી અપેક્ષા અપેક્ષા છે. શેરબજારના ટ્રેડર્સ સ્ટોક અને કોમોડિટી ટ્રેડિંગ પર વસૂલવામાં આવતા STT જેવા ટેક્સ ઘટાડવાની માંગણી કરી રહ્યા છે. ઉપરાંત લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ અને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ ઘટે તેવી અપેક્ષા રાખે છે.

સામાન્ય રીતે બજેટ દિવસે શેરબજારમાં મોટી વધઘટ થતી રહે છે. અહીં વાંચો બજેટ 2024ના દિવસે શેરબજારની પળે પળેની અપડેટ વિવિધ સેક્ટરમાં વિદેશી મૂડીરોકાણ મર્યાદામાં છુટછાટથી સ્થાનિક ઉદ્યોગને ફાયદો થઇ શકે છે. બજેટની દરેક ઘોષણા પર રોકાણકારોની બાજનજર છે. નોંધનિય છે કે, બજેટ પહેલાના બે દિવસ શેરબજાર નરમ રહ્યું છે.

જો આપણે છેલ્લા 10 વર્ષના સ્ટોક માર્કેટના ટ્રેંડ પર નજર કરીએ તો પ્રી બજેટ મહિનામાં બજાર પર થોડું દબાણ જોવા મળ્યું છે. પરંતુ બજેટ બાદ બુલ અને બિયરનો રેશિયો 50:50 રહ્યો છે. છેલ્લા એક મહિનામાં સેન્સેક્સ લગભગ 3160 પોઈન્ટ અથવા 4 ટકા મજબૂત થયો છે. તો એનએસઇ નિફ્ટી પણ 970 પોઇન્ટ અથવા 4.15 ટકા મજબૂત થયો છે.