શેરબજાર ગ્રીન ઝોનમાં ખુલ્યું, સેન્સેક્સ 75 પોઈન્ટ ઉપર, નિફ્ટી 24,600ને પાર

July 16, 2024

મુંબઈઃ કારોબારી સપ્તાહના બીજા દિવસે શેરબજાર ગ્રીન ઝોનમાં ખુલ્યું છે. BSE પર સેન્સેક્સ 75 પોઈન્ટના ઉછાળા સાથે 80,737.00ની સપાટી પર ખુલ્યો છે. જ્યારે NSE પર નિફ્ટી 0.12 ટકાના વધારા સાથે 24,615.90ની સપાટી પર ખુલ્યો છે.

બજાર ખૂલતાંની સાથે ભારતી એરટેલ, અદાણી એન્ટરપ્રાઈઝ, કોલ ઈન્ડિયા, M&M અને ટાટા સ્ટીલ નિફ્ટી પર ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા, જ્યારે Dr Reddy's Labs, Hero MotoCorp, L&T, Divis Labs અને નેસ્લે ઈન્ડિયા ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા.

સોમવારે ટ્રેડિંગ સપ્તાહના પહેલા દિવસે શેરબજાર લીલા નિશાન પર બંધ થયું હતું. BSE પર સેન્સેક્સ 137 પોઈન્ટના ઉછાળા સાથે 80,657.16 પર બંધ થયો હતો. જ્યારે NSE પર નિફ્ટી 0.33 ટકાના વધારા સાથે 24,584.15ની સપાટી પર બંધ થયો હતો.