ભારતીય શેરબજારમાં શાનદાર તેજી, સેન્સેક્સ 146 પોઈન્ટના ઉછાળા સાથે 80,107.21ની સપાટી પર ખુલ્યો

July 09, 2024

કારોબારી સપ્તાહના બીજા દિવસે શેરબજાર ગ્રીન ઝોન ખુલ્યું છે. BSE પર સેન્સેક્સ 146 પોઈન્ટના ઉછાળા સાથે 80,107.21ની સપાટી પર ખુલ્યો, જ્યારે NSE પર નિફ્ટી 0.13 ટકાના વધારા સાથે 24,351.00ની સપાટી પર ખુલ્યો છે.

ગઈ કાલે ટ્રેડિંગ સપ્તાહના પહેલા દિવસે શેરબજાર ગ્રીન ઝોનમાં બંધ થયું હતું. BSE પર સેન્સેક્સ 36 પોઈન્ટના ઘટાડા સાથે 79,960.38ની સપાટી પર બંધ રહ્યો હતો. જ્યારે NSE પર નિફ્ટી 0.01 ટકાના ઘટાડા સાથે 24,320.55ની સપાટી પર બંધ થયો હતો.

ટ્રેડિંગ દરમિયાન, રેલ વિકાસ નિગમ, રાષ્ટ્રીય કેમિકલ્સ, ઇન્ડિયન રેલ્વે ફાઇનાન્સ, IRCON ઇન્ટરનેશનલ નિફ્ટી પર ટોપ ગેઇનર્સની યાદીમાં સામેલ હતા. જ્યારે, Elecon એન્જિનિયરિંગ કંપની, J&K બેન્ક, AU સ્મોલ ફાઇનાન્સ બેન્ક, Radico ખૈતાન નિફ્ટી પર ટોપ લૂઝર્સની યાદીમાં સામેલ હતા.