જૂન મહિનામાં જથ્થાબંધ મોંઘવારી 16 મહિનાની ઊંચી સપાટીએ પહોંચી, જનતાને મોટો ઝટકો

July 16, 2024

મોંઘવારી વચ્ચે સામાન્ય જનતાને રાહતના બદલે મોટો આંચકો લાગ્યો છે. જૂન મહિનામાં જથ્થાબંધ મોંઘવારી 16 મહિનાની ઊંચી સપાટીએ પહોંચી ગઈ છે અને 3.36 ટકાને પાર કરી ગઈ છે. અગાઉ મે મહિનામાં તે 2.61 ટકા હતો. વધતી મોંઘવારી વચ્ચે સામાન્ય જનતાને ઝટકો લાગ્યો છે. જૂન મહિનાનો જથ્થાબંધ મોંઘવારી દરના આંકડા જાહેર કરવામાં આવ્યા છે.

જૂન મહિનામાં ખાદ્ય ચીજવસ્તુઓની કિંમત મોંઘી હોવાને કારણે જથ્થાબંધ મોંઘવારી દર 16 મહિનાની ટોચે પહોંચી ગયો છે. જથ્થાબંધ મોંઘવારી દર ગત મહિને 3 ટકા હતો જે વધીને 3.36 ટકા પર આવી ગયો છે. આ પહેલા મે મહિનામાં આ દર 2.61 ટકા રહ્યો હતો. ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં મુખ્યત્વે વધારો થયો છે, જેની અસર જથ્થાબંધ ફુગાવાના દર પર પડી છે. ખાદ્ય ફુગાવાનો દર જૂનમાં વધીને 8.68 ટકા થયો છે જે મે મહિનામાં 7.40 ટકા હતો.