અલવર જિલ્લાના કિરવારી ગામમાં સાત વર્ષની બાળકીને કૂતરાઓએ ફાડી ખાધી

January 04, 2025

Alwar: રાજસ્થાનના અલવર જિલ્લાના કિરવારી ગામમાં સાત વર્ષની બાળકીને કૂતરાઓએ ફાડી ખાધી હતી. ઇકરાના નામની છોકરી તેના ગામમાં અન્ય બાળકો સાથે ખેતરમાં રમી રહી હતી. સાંજે જ્યારે બાળકો ખેતરમાંથી ઘરે પરત ફરવા લાગ્યા ત્યારે રસ્તામાં 6-7 રખડતા કૂતરાઓએ તેમના પર હુમલો કર્યો હતો. કૂતરાઓએ ઇકરાનાને ઘેરી લીધી અને તેના શરીરના ઘણા ભાગો પર બચકા ભર્યા અને તેને લોહીલુહાણ કરી દીધી.

બાળકોની ચીસો સાંભળીને નજીકના ખેતરોમાં કામ કરતા ખેડૂતો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બાળકીને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. બાળકીને ઈજાગ્રસ્ત હાલતમાં નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. રખડતા કૂતરાઓ હોસ્પિટલ સુધી યુવતીનો પીછો કર્યો હતો. હોસ્પિટલમાં ડોક્ટરોએ બાળકીને મૃત જાહેર કરી હતી. ડોક્ટરોએ જણાવ્યું કે ઇકરાનાના શરીર પર 40 ઘા છે. આ ઘટનાથી ગ્રામજનોમાં ભારે રોષ છે.