શાહિદ કપૂર અને કૃતિ સેનનની ફિલ્મ 'તેરી બાતોં મેં એસા ઉલઝા જિયા' એ વીકેન્ડ પર કરી ધૂમ કમાણી

February 12, 2024

મુંબઈ: શાહિદ કપૂર અને કૃતિ સેનન સ્ટારર ફિલ્મ 'તેરી બાતો મેં એસા ઉલઝા જિયા' ગત શુક્રવારે થિએટર્સમાં રિલીઝ થઈ હતી. વેલેન્ટાઈન વીકમાં રિલીઝ થયેલી આ યૂનિક લવ સ્ટોરી પર બેઝ્ડ ફિલ્મની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ફિલ્મનું ખૂબ પ્રમોશન પણ કરવામાં આવ્યુ હતુ. જોકે રિલીઝ બાદ ફિલ્મની ઓપનિંગ ધીમી રહી પરંતુ વીકેન્ડ પર ફિલ્મે ગતિ પકડી લીધી.  'તેરી બાતોં મેં એસા ઉલઝા જિયા' એ ત્રીજા દિવસે કેટલુ કલેક્શન કર્યું? 'તેરી બાતો મેં એસા ઉલઝા જિયા' એ દર્શકોનું દિલ જીતી લીધુ છે. ફિલ્મની પહેલા દિવસની કમાણી ઓછી રહી પરંતુ વીકેન્ડ પર ફિલ્મે બોક્સ ઓફિસ પર પોતાની પકડ મજબૂત બનાવી દીધી છે. ફિલ્મે પહેલા દિવસે 6.7 કરોડનું કલેક્શન કર્યુ હતુ. બીજા દિવસે શાહિદ અને કૃતિની ફિલ્મની કમાણીમાં 44.03 ટકાનો ઉછાળો આવ્યો અને તેણે 9.65 કરોડનો વેપાર કર્યો. હવે તેરી બાતોં મેં એસા ઉલઝા જિયાના ત્રીજા દિવસની એટલે રવિવારની કમાણીના શરૂઆતી આંકડા આવી ગયા છે.  રિપોર્ટ અનુસાર 'તેરી બાતોં મેં એસા ઉલઝા જિયા' એ રિલીઝના ત્રીજા દિવસે એટલે કે રવિવારે 10.50 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ સાથે 'તેરી બાતોં મેં એસા ઉલઝા જિયા' ના ત્રણ દિવસનું કલેક્શન 26.85 કરોડ રૂપિયા થઈ ગયુ છે. 'તેરી બાતોં મેં એસા ઉલઝા જિયા' એ વર્લ્ડ વાઈડ કેટલી કમાણી કરી લીધી 'તેરી બાતોં મેં એસા ઉલઝા જિયા'ની વર્લ્ડ વાઈડ કમાણી શુક્રવારે એટલે કે પહેલા દિવસે 14.04 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. બીજા દિવસે સમગ્ર દુનિયામાં ફિલ્મે 20.02 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યુ. ત્રીજા દિવસે ફિલ્મ વર્લ્ડવાઈડ 50 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી જશે.  ઈમ્પોસિબલ લવ સ્ટોરી તરીકે રજૂ કરવામાં આવેલી તેરી બાતોં મેં એસા ઉલઝા જિયા માં શાહિદને કૃતિ સ્ટારર એક રોબોટની સાથે પ્રેમ થઈ જાય છે. જે બાદ ફિલ્મમાં ઘણા એવા વળાંક આવે છે જે હસાવે પણ છે અને ખૂબ એન્ટરટેઈન કરે છે. ન્યૂકમર અમિત જોશી અને આરાધના સાહ દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં ધર્મેન્દ્ર અને ડિમ્પલ કાપડિયાએ પણ મહત્વનો રોલ પ્લે કર્યો છે.