અમેરિકામાં શટાડાઉન સમાપ્ત થવાના સંકેત, ટ્રમ્પે કહ્યુ કે,સમજૂતી પર સહમતિ સધાઇ

November 10, 2025

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે કહ્યુ કે સરકારનું શટડાઉન સમાપ્ત થવાની નજીક છે. તેમણે દાવો કર્યો છે કે વ્હાઇટ હાઉસ અને સેનેટ નેતાઓ વચ્ચે સમજૂતી લગભગ નક્કી થઇ ગઇ છે, જેનાથી અમેરિકી સરકાર ફરીથી કામકાજ શરૂ કરી શકશે. ટ્રમ્પે પત્રકારો સાથે વાતચીત દરમિયાન કહ્યુ કે અમને એવું લાગે છે કે અમે શટડાઉનના અંતની ખૂબ જ નજીક છીએ. અમે ક્યારેય કેદીઓને અથવા દેશમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરનારાઓને પૈસા ચૂકવવા પર સંમત થયા નથી. 

ડેમોક્રેટ્સ હવે આ સમજે છે, અને આશા છે કે સરકારી શટડાઉન ટૂંક સમયમાં સમાપ્ત થશે.મહત્વનુ છે કે છેલ્લાં કેટલાય સમયથી ચાલતા શટડાઉનને કારણે અનેક લોકો મુશ્કેલીમાં હતા, આર્થિક પરિસ્થિતિ પણ નબળી પડી રહી હતી. પરંતુ હાલ એવા સંકેત મળી રહ્યા છે કે શટડાઉન સમાપ્ત થઇ જશે.

એક રિપોર્ટ પ્રમાણે, આઠ ડેમોક્રેટિક સેનેટરે રિપબ્લિકન નેતાઓ અને વ્હાઇટ હાઉસની સાથે એક સમજૂતી કરવામાં આવી છે. જેની હેઠળ સરકારને ફરીથી શરૂ કરવા અને કેટલીક પ્રમુખ એજન્સીઓને ફંડિગ કરવા પર સહમતિ આપી છે. રિપોર્ટ અનુસાર, આ સમજૂતી અમેરિકી ઇતિહાસના સૌથી લાંબા શટડાઉનને સમાપ્ત કરશે.

જાન્યુઆરી સુધી સરકારને અસ્થાયી રૂપથી ફંડિગ પ્રદાન કરશે. રવિવારની રાત્રે થયેલી આ ડીલમાં સેનેટમાં મેજોરિટી લીડર જોન થ્યૂન, વ્હાઇટ હાઉસ પ્રતિનિધિ અને ત્રણ પૂર્વ ગર્વનર જીન શાહીન, એંગ્સ કિંગ અને મેગી હસન સામેલ હતા.