સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાનો ઇલેક્ટોરલ બોન્ડ SOPનો ખુલાસો કરવાનો ફરીવાર ઇનકાર

May 22, 2024

ઇલેક્ટોરલ બોન્ડ મુદ્દે પોતાના પહેલાના વલણનો પુર્નરોચ્ચાર કર્યો છે અને ફરીવાર ઇલેક્ટોરલ બોન્ડ્સના વેચાણ અને તેના વટાવ માટે પોતાની શાખાઓને ઉપલબ્ધ કરાવવામાં આવેલી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર્સ (SOP)નો ખુલાસો કરવાનો ઇનકાર કર્યો છે. વ્યવસાયિક વિશ્વાસને ટાંકવાની સાથે જ માંગવામાં આવેલી માહિતી બેન્કની બૌદ્ધિક સંપદા હોવાનો દાવો કરતા એસબીઆઇએ માહિતી આપવાના ઇનકારને યોગ્ય લેખાવતા ભારપૂર્વક કહ્યું હતું કે બેન્કના આંતરિક દિશાનિર્દેશો ખાસ કરીને સ્ટાફ માટે છે.

ટ્રાન્સપરન્સીના વકીલ અંજલિ ભારદ્વાજે 4 માર્ચના રોજ દાખલ કરેલી અરજીમાં એપ્રિલ 2017થી હજુ સુધીમાં ઇલેક્ટોરલ બોન્ડ મુદ્દે એસબીઆઇની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર વિશે માહિતી માગી હતી. બેન્ક દ્વારા 30 માર્ચના રોજ આ માહિતી આપવાનો ઇનકાર કરી દેવાયા બાદ ભારદ્વાજે એસબીઆઇની ફર્સ્ટ એપેલેટ ઓથોરિટી (એફએએ) સમક્ષ અરજી કરી હતી. એફએએ દ્વારા 17 મેના રોજ અપાયેલા જવાબથી અસંતુષ્ટ ભારદ્વાજે હવે માહિતી ઉપલબ્ધ કરાવવાના ઇનકારના મુદ્દાને કેન્દ્રીય માહિતી પંચ સમક્ષ ઉઠાવવાનો નિર્ધાર કર્યો છે.