આવતીકાલથી સૂર્ય-શનિનો અશુભ યોગ શરૂ:દેશમાં અરાજકતાનું વાતાવરણ સર્જાશે, વૃષભ, મિથુન સહિત ચાર રાશિના જાતકોએ સાવધાન રહેવું

December 15, 2022

જ્યોતિષીય ગ્રંથો અને વિદ્વાનો પ્રમાણે આ બંને ગ્રહ એકબીજાના દુશ્મન છે. આ ગ્રહ સ્થિતિના લીધે દેશમાં રાજનૈતિક અને આર્થિક ઉતાર-ચઢાવ તો આવશે જ વાતાવરણમાં પણ ફેરફાર આવશે. આ બંને ગ્રહોની અસર બારેય રાશિઓ ઉપર પણ પડી શકે છે.

જ્યોતિષાચાર્ય  જણાવે છે કે આવી ગ્રહ સ્થિતિ જ્યારે-જ્યારે બને છે. ત્યારે દેશ-દુનિયામાં ઊથલપાથલ અને અનિચ્છનીય ફેરફારો પણ થાય છે. ગ્રહ-સ્થિતિના કારણે દેશના થોડાં ભાગમાં વરસાદ થઈ શકે છે. આ ગ્રહોના લીધે દેશમાં અરાજકતાનું વાતાવરણ બની શકે છે.

સામાન્ય લોકોમાં વહીવટકર્તાઓ અને રાજકારણને લઈને અસંતોષનું વાતાવરણ રહેશે. વહીવટી નિર્ણયોના લીધે વિવાદ અને તણાવની સ્થિતિ પણ બનશે. રાજનીતિ સાથે જોડાયેલાં લોકોના જીવનમાં અનિચ્છનીય ફેરફારો થાય તેવી શક્યતા છે. નાના અને મોટા નેતાઓ વચ્ચે તાલમેલની ખોટ રહી શકે છે.

અવ્યવસ્થાના કારણે સરકારી નોકરિયાત લોકોના કામકાજમાં વિઘ્નો આવી શકે છે. આ ગ્રહ સ્થિતિના કારણે લોકોના દિલ-દિમાગમાં અનિશ્ચિતતા રહેશે. અનેક લોકો સાથે શું કરવું અને શું ન કરવું તેવી સ્થિતિ બની શકે છે અને કિસ્મતનો સાથ પણ મળી શકશે નહીં.

શનિ અને સૂર્યનું એક જ રાશિમાં હોવું સિંહ અને મીન રાશિના લોકો માટે અશુભ રહી શકે છે. નોકરી અને બિઝનેસમાં મહેનત વધશે અને તેનો ફાયદો પણ આ જાતકોને મળશે. વિચારેલાં કાર્યો પૂર્ણ થશે. અટવાયેલાં રૂપિયા પાછા મળવાના યોગ બની રહ્યા છે. ભાઈ-બહેન, મિત્રો અને સાથે કામ કરનાર લોકો પાસેથી મદદ મળી શકે છે. દુશ્મનો ઉપર વિજય પ્રાપ્ત થઈ શકે છે.

શનિ અને સૂર્યનો અશુભ યોગ વૃષભ, મિથુન, કન્યા અને મકર રાશિના લોકોની મુશ્કેલીઓ વધી શકે છે. આ રાશિના લોકો માનસિક તણાવથી પરેશાન રહેશે. ઓફિસ કે ફિલ્ડમાં કોઈ સાથે વિવાદ થવાની શક્યતા છે. કોઈને રૂપિયા ઉધાર આપવાથી બચવું પડશે. ધનહાનિ પણ થઈ શકે છે. લોન સાથે જોડાયેલાં લોકોના કાર્યોમાં વિઘ્ન આવી શકે છે. અધિકારીઓ કે મોટા લોકો સાથે વિવાદ થવાના યોગ બની રહ્યા છે. કામકાજ અને રહેવાની જગ્યામાં ફેરફાર થવાના યોગ બની રહ્યા છે. 

સૂર્ય અને શનિના યોગથી મેષ, કર્ક, તુલા, વૃશ્ચિક, ધન અને કુંભ રાશિના લોકો ઉપર મિશ્રિત અસર રહેશે. આ 6 રાશિના લોકોની મહેતન વધશે. કામકાજ સાથે જોડાયેલાં અટવાયેલાં કાર્યો પૂર્ણ થવાના યોગ બની રહ્યા છે. તણાવ અને દોડભાગ પણ રહેશે. યાત્રાનો યોગ છે. પિતાના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહેશે. પ્રોપર્ટી સાથે જોડાયેલાં મોટા નિર્ણયો લેવાઈ શકે છે. રહેવા કે કામ કરવાની જગ્યામાં ફેરફાર થવાની પણ શક્યતા બની રહી છે.