Breaking News :
સુરતમાં હચમચાવી દેનારી ઘટના, માતા પોતાનાં બે સંતાનો સાથે રેલવે ટ્રેક પર સૂઈ ગઈ, મહિલાનું મોત, બંને બાળકો સારવાર હેઠળ બહુમતી છતાં મહારાષ્ટ્રમાં NDAમાં આંતરિક વિખવાદ? કેબિનેટમાં શિંદેની ગેરહાજરીથી ફરી રાજકારણ ગરમાયું '124 વર્ષની મહિલા ફર્સ્ટ ટાઈમ વોટર', કોણ છે મિંતા દેવી જેમની તસવીરવાળી ટીશર્ટ પહેરી વિપક્ષે કર્યો વિરોધ 'અબોલ પશુઓને આ રીતે હટાવવા ક્રૂરતા', રખડતાં કૂતરા અંગે SCના આદેશનો રાહુલ ગાંધીએ કર્યો વિરોધ કેશ કાંડ મામલે એક્શન મોડમાં સંસદ, યશવંત વર્મા વિરુદ્ધ તપાસ માટે કમિટીની રચના 'મુસ્લિમ દંપતિ પરસ્પર સંમતિથી છૂટાછેડા લઈ શકે છે', ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો

WTC પોઈન્ટ્સ ટેબલમાં મોટો ઉલટફેર, ઓવલ ટેસ્ટમાં ઇંગ્લેન્ડ માત આપીને ટીમ ઈન્ડિયાએ લગાવી મોટી છલાંગ

August 06, 2025

ભારતીય ટીમે ઇંગ્લેન્ડને ઓવલ ટેસ્ટમાં 6 રનથી હરાવ્યું હતું. જેની અસર WTC(વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ)ના પોઈન્ટ ટેબલમાં જોવા મળ્યો. માનચેસ્ટર ટેસ્ટ બાદ ભારતીય ટીમ WTCના 2025-27 ચક્રના પોઈન્ટ ટેબલમાં ચોથા નંબર પર હતી, પરંતુ હવે ભારતને એક સ્થાનનો ફાયદો થયો. તાજા સ્થિતિમાં હવે ભારતીય ટીમ WTC પોઈન્ટ ટેબલમાં ત્રીજા નંબર પર છે. જ્યારે ઈંગ્લેન્ડની ટીમને ફટકો પડ્યો છે. ઈંગ્લેન્ડની ટીમ માનચેસ્ટર ટેસ્ટ બાદ પોઈન્ટ ટેબલમાં ત્રીજા નંબર પર હતી, જે હવે ચોથા નંબર પર છે. ઓસ્ટ્રેલિયા નંબર 1 પર છે. નંબર 2 પર શ્રીલંકાની ટીમ છે. ઓવલમાં મળેલી આ જીતની સાથે ભારતે WTCના પોઈન્ટ્સમાં મોટી છલાંગ લગાવી. તેમણે ઇંગ્લેન્ડને પાછળ છોડતા ત્રીજું સ્થાન હાંસલ કરી લીધું છે. હવે ભારતથી આગળ માત્ર ઓસ્ટ્રેલિયા (પહેલા સ્થાને) અને શ્રીલંકા (બીજા સ્થાને) છે. શુભમન ગિલની કેપ્ટનશીપમાં ટીમના નામે અત્યાર સુધીમાં 2 જીત, 2 હાર અને 1 ડ્રો છે, અને તેના પોઈન્ટ્સ પર્સન્ટેજ (PCT) 46.67 છે. ભારતનું WTCમાં PCT=46.67% કેવી રીતે આવ્યા, આ સંપૂર્ણ હિસાબ સમજીએ. એક મેચ જીતવા પર 12 પોઈન્ટ મળે છે. ડ્રો થવા પર 4 પોઈન્ટ મળે છે. ડ્રો થવા પર 6 પોઈન્ટ મળે છે. ત્યારે હાર પર શૂન્ય પોઈન્ટ મળે છે. અત્યાર સુધી ભારતે WTC 2025-27 સાયકલમાં 5 ટેસ્ટ મેચ રમે. ઇંગ્લેન્ડ વિરૂદ્ધ 5 ટેસ્ટ, આ હાલનું ઉદાહરણ છે.