માયાપુરમાં બની રહ્યું છે મોટું મંદિર, અમેરિકાના બિઝનેસમેને કરોડોનું દાન આપ્યું

March 03, 2023

માયાપુરમાં બની રહેલ આ વૈદિક મંદિર પરિસર 18 લાખ સ્ક્વેર મીટરમાં ફેલાયેલો છે. આ મંદિર દુનિયાનું સૌથી મોટું મંદિર છે. કંબોડિયામાં આવેલ દુનિયાના સૌથી મોટા હિંદુ મંદિર 16 લાખ સ્ક્વેર મીટરમાં છે. માયાપુરમાં બની રહેલ દુનિયાનું સૌથી મંદિર વર્ષ 2024માં બનીને તૈયાર થશે. આ મંદિરનું નિર્માણ 2009થી થઈ રહ્યું છે. એટલે છેલ્લા 14 વર્ષથી આ મંદિર બની રહ્યું છે.

મંદિરમાં 1 લાખ લોકો આરામથી ફરી શકે છે. મંદિરનો ખર્ચ 1000 કરોડ રૂપિયા આવશે. મંદિરની ઉંચાઈ 113 મીટર અને પહોળાઈ 65,032 સ્ક્વેર મીટર છે. ભગવાન કૃષ્ણને સમર્પિત આ મંદિર બધા ધર્મના લોકો માટે ખુલ્લું રહેશે. જે વર્ષભર આયોજિત થનારા અનુષ્ઠાન અને કીર્તનમાં ભાગ લઈ શકે છે.