સ્પેસમાં ફસાયેલી સુનિતા વિલિયમ્સનું પ્રથમ નિવેદન આવ્યું

September 14, 2024

અવકાશ યાત્રી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર છેલ્લા ત્રણ મહિના કરતાં વધુ સમયથી સ્પેસમાં ફસાઈ ચુક્યા છે. જ્યારે બીજી બાજું સ્પેસક્રાફટ સ્ટારલાઈનરમાં બંને ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ગયા હતા. હવે આ બંનેને લીધા વગર ધરતી પર પાછું આવી ચુક્યું છે. આ દરમિયાન સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરનું પ્રથમ નિવેદન સામે આવ્યું છે. તેઓને જણાવ્યું કે, અમે આગામી તકની તરફ જોઈ રહ્યા છીએ.

જયારે બંને અવકાશયાત્રીઓને પૂછવામાં આવ્યું કે, શું મિશન પર જે પણ ટેક્નિકલ ક્ષતિ આવી આના કારણથી તમે બોઈંગ અને નાસાથી નારાજ તો નથી. તો તેઓએ આ વાતથી સ્પષ્ટ ઈનકાર કરી દીધો. બુચ વિલ્મોરે સુનિતાની ટી-શર્ટ પર બનાવેલા નાસાના લોગો તરફ ઈશારો કરતા કહ્યું કે, આ એ ચીજનું પ્રતિનિધિત્વ કરે છે જે માટે અમે ઊભા છીએ, અમે આગળ વધીએ છીએ અને અમે એવું કરીએ છીએ જે સામાન્યથી હટીને હોય છે

અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સના સાથી બુચ વિલ્મોરે કહ્યું કે, અમે આને અમારી વગર જતું નથી જોઈ શકતા. પરંતુ એ થવાનું હતું. આને અમારા વગર જ જવું હતું. સુનિતા વિલિયમ્સે આ અંગે આશા સાથે કહ્યું કે અમે આગામી અવસરને જોઈએ છીએ.

આ મિશન આઠ દિવસથી આઠ મહિનાનું થઈ ચુક્યું છે. જેના લીધે હવે સ્પેસમાં ત્રણ મહિના પસાર કર્યા પછી આગળ બંને અવકાશ યાત્રીઓએ પાંચ મહિના સ્પેસમાં જ રહેવાનું છે. જેને લઈ બંનેએ કહ્યું કે, અમે આ માટે તૈયાર છીએ. બુચ વિલ્મોરે કહ્યું કે, આઠ મહિના સુધી અમે પોતાનું બેસ્ટ યોગદાન આપીશું.