વાવ પેટાચૂંટણીને લઈ ફોર્મ ચકાસણીનો અંતિમ દિવસ
October 28, 2024
બનાસકાંઠાની વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં ખરાખરીનો રાજકીય ખેલ જામવા જઈ રહ્યો છે. આ બેઠક પર કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ આપી છે. જ્યારે ભાજપે ફરી સ્વરૂપજી ઠાકોરની પસંદગી કરી છે. ઉપરાંત થરાદ-વાવ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય માવજી પટેલે અપક્ષમાં ફોર્મ ભર્યું હતુ. ત્યારે આજરોજ વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ફોર્મની ચકાસણી કરવામાં આવશે.
વાવ પેટાચૂંટણીને લઈ ફોર્મ ચકાસણીનો આજે અંતિમ દિવસ છે. ચૂંટણીપંચ આજે ઉમેદવારોના ફોર્મની ચકાસણી કરશે. ફોર્મમાં બાકી રહેલી વિગતો પૂરી કરવાનો અંતિમ દિવસ આજે છે. ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ 30 ઓક્ટોબરે છે. મળતી માહિતી મુજબ આજરોજ વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ઉમેદવારો દ્વારા ભરવામાં આવેલ ફોર્મની ચકાસણી કરવામાં આવનાર છે. જેમાં વાવ વિધાનસભામાં 20 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. જે તમામ ઉમેદવારોના ફોર્મની ચકાસણી આજે કરવામાં આવશે.
વાવ વિધાનસભામાં 20 ઉમેદવારોએ કુલ 27 ફોર્મ ભર્યા છે. જેની ચકાસણી આજે કરવામાં આવશે. ત્યારે આ તમામ ફોર્મની ચકાસણી દરમિયાન કેટલા ફોર્મ રહેશે અથવા કેટલા ફોર્મ રદ થશે તે જાણવા મળશે. ભાજપમાં સ્વરૂપજી ઠાકોર કોંગ્રેસમાં ગુલાબસિંહ રાજપુત અને ભાજપ અને કોંગ્રેસમાં અપક્ષ ઉમેદવાર માવજી પટેલે વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં ફોર્મ ભર્યા છે. ત્યારે વાવ વિધાનસભામાં માવજી પટેલે ફોર્મ ભરતા ચૂંટણી લડે તેવી શક્યતામાં ત્રિ પંખીઓ જંગ થઈ શકે તેમ દેખાઇ રહ્યું છે.
Related Articles
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કરકસરના પગલાં: મંત્રીઓ-અધિકારીઓના પ્રવાસ પર કાપ સહિત 11 નિયમો જાહેર
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કરકસરના પગલ...
May 20, 2026
રાજકોટમાં 15 વર્ષની કિશોરી પર 7 શખ્સોએ આચર્યું દુષ્કર્મ
રાજકોટમાં 15 વર્ષની કિશોરી પર 7 શખ્સોએ આ...
May 19, 2026
અબડાસાના લુણા ટાપુ પરથી અલગ પેકિંગમાં શંકાસ્પદ પેકેટ મળતાં સુરક્ષા એજન્સીઓ સતર્ક
અબડાસાના લુણા ટાપુ પરથી અલગ પેકિંગમાં શં...
May 18, 2026
સુરતના ઉધનામાં ધોળા દિવસે ભાજપના યુવા નેતાની તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકીને ક્રૂર હત્યા
સુરતના ઉધનામાં ધોળા દિવસે ભાજપના યુવા ને...
May 18, 2026
અમદાવાદમાં વિદેશ ભણવા જતા વિદ્યાર્થીઓની ફીના નામે 10 લાખની ઉચાપત, ડેપ્યુટી મેનેજરનું કારસ્તાન
અમદાવાદમાં વિદેશ ભણવા જતા વિદ્યાર્થીઓની...
May 17, 2026
ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત્, ત્રણ દિવસ બાદ પારો ગગડશે
ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત્, ત...
May 16, 2026
Trending NEWS
20 May, 2026
20 May, 2026
19 May, 2026