અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોમાં સૌથી વધુ ગુજરાતી, 33 લોકોના નામની યાદી આવી સામે

February 05, 2025

અમેરિકામાં ગેરકાયદે રહેતાં ભારતીયોને પાછા વતન મોકલવામાં આવી રહ્યા છે. આ વિમાન પંજાબના અમૃતસરના ગુરુ રવિદાસ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ઉતર્યું છે. અમેરિકાનું લશ્કરી વિમાન C-17માં 13 બાળકો સહિત 104 ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ સવાર હતા. આમાં 79 પુરુષો અને 25 મહિલાઓ છે. આ વિમાનમાં ગુજરાતના 33, પંજાબના 30, હરિયાણાના 33, મહારાષ્ટ્રના 3, ઉત્તર પ્રદેશના 3 અને ચંદીગઢના 2 નાગરિકો છે.

ગુજરાતીઓમાં સૌથી વધુ મહેસાણા અને ગાંધીનગરના છે

મળતી માહિતી અનુસાર, 33 ગુજરાતીઓમાં સૌથી વધુ મહેસાણા અને ગાંધીનગરના હોવાનું સામે આવ્યું છે. આ તમામ લોકોની એક યાદી સામે આવી છે. અત્યારે જે લોકો પરત આવી રહ્યાં છે તે બોર્ડર ક્રોસ કરતા પકડાયેલા છે અને રેફ્યુઝી કેમ્પમાં જ રહેતા હતા.

1- જયવિરસિંહ વિહોલ, મહેસાણા

2- હિરલબેન વડસ્મા, મહેસાણા

3- રાજપુત વાલાજી, પાટણ

4- કેતુલકુમાર દરજી, મહેસાણા

5- પ્રક્ષા પ્રજાપતિ, ગાંધીનગર

6- જિગ્નેશકુમાર ચૌધરી, ગાંધીનગર

7- રૂચી ચૌધરી, ગાંધીનગર

8- પિન્ટુકુમાર પ્રજાપતિ, અમદાવાદ

9- ખુશ્બુ પટેલ, વડોદરા

10- સ્મિત પટેલ, ગાંધીનગર

11- શિવા ગોસ્વામી, આણંદ

12- જીવનજી ગોહિલ, ગાંધીનગર

13- નીકિતા પટેલ, મહેસાણા

14- એશા પટેલ, ભરૂચ

15- જયેશ રામી, વિરમગામ

16- બીના રામી, બનાસકાંઠા

17- એન્નીબેન પટેલ, પાટણ

18- મંત્રા પટેલ, પાટણ

19- કેતુલકુમાર પટેલ, માનુદ

20- કિરનબેન પટેલ, મહેસાણા

21- માયરા પટેલ, કલોલ

22- રિશિતા પટેલ, ગાંધીનગર

23- કરનસિંહ નેતુજી, ગાંધીનગર

24- મિતલબેન ગોહિલ, કલોલ

25- હેવનસિંહ ગોહિલ, મહેસાણા

26- ધ્રુવગીરી ગોસ્વામી, ગાંધીનગર

27- હેમલ ગોસ્વામી, મહેસાણા

28- હાર્દિકગિરિ ગોસ્વામી,મહેસાણા

29- હેમાનીબેન ગોસ્વામી, ગાંધીનગર

30- એન્જલ ઝાલા, ગાંધીનગર

31- અરૂણબેન ઝાલા, મહેસાણા

32- માહી ઝાલા, ગાંધીનગર

33- જિગ્નેશકુમાર ઝાલા, ગાંધીનગર

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વડાપ્રધાન મોદીએ 27 જાન્યુઆરી, 2025ના રોજ ટેલિફોનિક વાતચીત કરી હતી. જેમાં અમેરિકામાં ગેરકાયદે રહેતાં ભારતીયોને પરત વતન બોલાવવા નિર્ણય ભારતે લીધો હોવાનું જાણવા મળ્યું હતું. અંદાજ મુજબ, અમેરિકામાં આશરે 18000 ભારતીયો ગેરકાયદે વસવાટ કરી રહ્યા છે. જેમને ભારત મોકલવામાં આવી રહ્યા છે. અમેરિકામાં વિવિધ દેશોના આશરે 7.25 લાખથી વધુ લોકો ગેરકાયદે વસવાટ કરી રહ્યા છે.