ગેમ ચેન્જર ફિલ્મના નવા લૂકમાં કિયારા સાવ જોકર જેવી લાગે છે

November 30, 2024

મુંબઇ : કિયારાની સાઉથના સ્ટાર રામચરણ સાથેની ફિલ્મ 'ગેમ ચેન્જર'નાં એક પોસ્ટરમાં તેના લૂકની ભારે ટીકા થઈ છે. લોકોએ  કિયારા જોકર જેવી લાગે છે એમ કહી તેને ભારે ટ્રોલ કરી છે. ફિલ્મના પોસ્ટરમાં કિયારાને અપ્સરા જેવો લૂક આપવાનો પ્રયાસ કરાયો છે.  પરંતુ લોકોને તેનો આ ડિઝાઇનર લુક ડિઝાસ્ટર લાગી રહ્યો છે. ગેમ ચેન્જરના પોસ્ટરને જોઇને લોકોએ  કપાળ કૂટયું છે.  લોકોએ ફિલ્મનાં વિઝ્યુઅલ્સની બહુ ટીકા કરી છે અને કિયારાનો લૂક તૈયાર કરવામાં સર્જકોએ ભાંગરો વાટયો હોવાનું કહ્યું છે. વાસ્તવમાં કિયારાના પ્રશંસકોને  અપેક્ષા  હતી કે તે બોન્ડ ગર્લના અવતારમાં જોવા મળશે. પણ હવે લોકોને લાગ્યું છે કે, કિયારા આ ફિલ્મમાં વેડફાઇ ગઇ છે.