ઉત્તરનાં રાજ્યોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સંભાવના, થઈ શકે છે બરફવર્ષા
October 07, 2024

દેશમાં મોસમમાં ઝડપથી ફેરફારો થઈ રહ્યા છે. કેટલાક રાજ્યોમાંથી ચોમાસાએ વિદાય લીધી છે. વરસાદની સંભાવનાઓ ઘટી રહી છે. પહાડો પર બરફવર્ષા થઈ રહી છે. ક્યાંક મેદાની વિસ્તારોમાં હળવો વરસાદ પડી રહ્યો છે. ઉત્તરનાં કેટલાક રાજ્યોમાં વેસ્ટર્ન ડીસ્ટર્બન્સની સંભાવના છે.
જેની અસર બિહાર, ઉત્તર પ્રદેશ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, દિલ્હી - એનસીઆરનાં તાપમાન પર થઈ શકે છે. આ રાજ્યોમાં તાપમાનમાં ઘટાડો થઈ શકે છે. હવામાન ખાતાનાં જણાવ્યા મુજબ જમ્મુ કાશ્મીરમાં 48 કલાક હળવો વરસાદ થઈ શકે છે. ક્યાંક છૂટક છૂટક વરસાદ પડી શકે છે. ઉંચાઈવાળા વિસ્તારોમાં ફરી બરફવર્ષા થઈ શકે છે. દિલ્હી - એનસીઆરમાં તાપમાન ઘટતા લોકોને ગરમીમાં રાહત મળી શકે છે.
મેઘાલયમાં ભારે વરસાદને પગલે છેલ્લા 24 કલાકમાં 10 લોકોનાં મોત થયા છે. જેમાં 7 એક જ પરિવારનાં હતા. નેપાળમાં ભારે વરસાદને કારણે આવેલા પૂરમાં યુપીનાં મહારાજગંજનાં 20થી વધુ ગામડામાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. ગોરખપુરમાં 29 ગામ ડૂબેલા છે. પંજાબનાં લુઘિયાણામાં આંધી અને પવનને કારણે દુર્ગા પંડાલ પડી ગયો હતો જેમાં 2 મહિલાનાં મોત થયા હતા. 15ને ઈજા થઈ હતી. કેટલાક વૃક્ષો અને વીજળીનાં થાંભલા પડી ગયા હતા.
Related Articles
જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં આભ ફાટતા વિનાશ, 46 મૃત્યુ, 200 ગુમ
જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં આભ ફાટતા વિન...
Aug 14, 2025
જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં આભ ફાટ્તાં ભારે વિનાશ, 10થી વધુના મોત
જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં આભ ફાટ્તાં ભ...
Aug 14, 2025
હવે ભારતના વિઝા એક જ દિવસમાં મળી જશે, કેન્દ્ર સરકારે બે નવા પોર્ટલ શરૂ કર્યા
હવે ભારતના વિઝા એક જ દિવસમાં મળી જશે, કે...
Aug 14, 2025
દિલ્હી ફરી શર્મશાર : સ્વિમિંગ પુલમાં ન્હાવા ગયેલી બે બાળકીઓ પર હેવાનિયત, બેની ધરપકડ
દિલ્હી ફરી શર્મશાર : સ્વિમિંગ પુલમાં ન્હ...
Aug 13, 2025
દિલ્હી-NCRમાં જુના વાહનોના માલિકો પર કોઈ એક્શન લેવામાં નહીં આવે : સુપ્રીમ કોર્ટ
દિલ્હી-NCRમાં જુના વાહનોના માલિકો પર કોઈ...
Aug 13, 2025
હુરુન ઈન્ડિયાની અબજપતિઓની યાદીમાં 94 નવા ચહેરા, ભારતના 300 પરિવારનો દૈનિક 7100 કરોડનો વેપાર
હુરુન ઈન્ડિયાની અબજપતિઓની યાદીમાં 94 નવા...
Aug 13, 2025
Trending NEWS

13 August, 2025

13 August, 2025

13 August, 2025

12 August, 2025

12 August, 2025

12 August, 2025

12 August, 2025

12 August, 2025

12 August, 2025

12 August, 2025