Breaking News :
રાંચીમાં રણસંગ્રામ! વિધાનસભા પરિસરમાં ઘૂસ્યા વિદ્યાર્થીઓ, ગેટ પાસે જ આંદોલન; અન્ય જિલ્લાની પોલીસ ફોર્સ બોલાવાઈ પ્રચંડ વહેણમાં કાર તણાઇ, 8 લોકોના કરુણ મોત! મધ્ય પ્રદેશમાં ભારે વરસાદ વચ્ચે મોટી દુર્ઘટના સાઉદી અરબમાં સોફા ફેક્ટરીમાં ભીષણ આગ, 16 બાંગ્લાદેશી શ્રમિકોના મોત સુરતમાં નવી સિવિલ હોસ્પિટલના બોયઝ પીજી હોસ્ટેલમાં 29 વર્ષીય રેસિડેન્ટ ડોક્ટરના આપઘાતમાં રેગિંગનો ઘટસ્ફોટ ઝારખંડમાં ત્રીજા રાઉન્ડની બેઠકમાં સરકારે 50% માગણી સ્વીકારી છતાં વિદ્યાર્થીઓનું આંદોલન યથાવત રહેશે કેનેડામાં બ્રિટિશ કોલંબિયાના વિક્ટોરિયા એરપોર્ટ પર બાળકે સીટબેલ્ટ બાંધવાનો ઇનકાર કરતા પોર્ટર એરલાઇન્સની ફ્લાઇટ રદ

'આ ક્રૂરતાનો ન્યાય થશે...' પહલગામ આતંકી હુમલા અંગે વિરાટ ભાવુક, અનુષ્કાએ શું કહ્યું જુઓ

April 23, 2025

જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાએ દેશને હચમચાવી નાખ્યો છે. પહલગામના બેસરનમાં મોટો આતંકી હુમલો થયો હતો જેના બાદથી સમગ્ર દેશમાં રોષ ભભૂકી ઊઠ્યો છે. આતંકીઓએ પર્યટકોના એક ગ્રૂપને નિશાન બનાવ્યું જેમાં 28 લોકો મૃત્યુ પામી ગયા હતા. ડઝનેકથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા જેમની હાલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. એવામાં ભારતના દિગ્ગજ ક્રિકેટર વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ પણ આ ઘટના પર નિરાશા વ્યક્ત કરી છે.  વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા પર એક સ્ટોરી શેર કરીને આ આતંકવાદી હુમલાની નિંદા કરતા લખ્યું છે કે, 'પહલગામમાં નિર્દોષ લોકો પર થયેલા આ જઘન્ય હુમલાથી ખૂબ જ દુઃખ થયું. પીડિતોના પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના. આ હુમલામાં જીવ ગુમાવનારાઓના પરિવારોને શાંતિ અને શક્તિ મળે અને આ ક્રૂર હુમલા માટે ચોક્કસપણે ન્યાય મળે.' આ સાથે જ અનુષ્કા શર્માએ પણ પહલગામ હુમલાને લઈને દુઃખ વ્યક્ત કરતા લખ્યું હતું કે, 'કાશ્મીરના પહલગામમાં નિર્દોષ લોકો પર થયેલા આ કાયર આતંકવાદી હુમલાથી હું ખૂબ જ દુઃખી છું. પીડિતોના પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના છે અને હું તેમના માટે પ્રાર્થના કરું છું. આ એક ભયાનક હુમલો છે જે ક્યારેય ભૂલી શકાશે નહીં.'