ટ્રમ્પે બિડેનની ગુપ્ત માહિતી બ્રીફિંગની ઍક્સેસ રદ કરી

February 08, 2025

જો બિડેનની યાદશક્તિ નબળી ગણાવી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બિડેનની ગુપ્ત માહિતી બ્રીફિંગની ઍક્સેસ રદ કરી છે. સ્પેશિયલ કાઉન્સેલ રોબર્ટ હુર દ્વારા બહાર પાડવામાં આવેલા એક અહેવાલમાં બિડેનની યાદશક્તિ નબળી હોવાનું અને વસ્તુઓ સંભાળવાની નબળી હોવાનું વર્ણવ્યા બાદ ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે સંવેદનશીલ માહિતી સાથે તેમના પર વિશ્વાસ કરી શકાય નહીં.

યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પદ સંભાળતાની સાથે જ યુદ્ધના ધોરણે નવા આદેશો જારી કરી રહ્યા છે. તેમણે હવે જાહેરાત કરી છે કે તેઓ જો બિડેનની ગુપ્ત માહિતી બ્રીફિંગની ઍક્સેસ રદ કરી રહ્યા છે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે બિડેનને સુરક્ષા મંજૂરી મેળવવાની 'કોઈ જરૂર નથી'. તેમણે કહ્યું કે તેઓ આ એટલા માટે કરી રહ્યા છે કારણ કે બિડેને તેમની સાથે આવું જ કંઈક કર્યું હતું.

ટ્રમ્પનો આ નિર્ણય દર્શાવે છે કે ટ્રમ્પ તેમના નવા કાર્યકાળમાં બદલાની ભાવના સાથે આગળ વધી રહ્યા છે અને ડેમોક્રેટિક નેતાઓની મુશ્કેલીઓ વધારી રહ્યા છે. "તેમણે 2021માં આ દાખલો બેસાડ્યો જ્યારે તેમણે ગુપ્તચર સમુદાયને યુનાઇટેડ સ્ટેટ્સના 45મા રાષ્ટ્રપતિને રાષ્ટ્રીય સુરક્ષા બ્રીફિંગ મેળવવાથી રોકવાનો નિર્દેશ આપ્યો હતો.