ઉજ્જૈન મહાકાલ મંદિરમાં પરિસરમાં લાગી આગ, લાખોનો માલ બળીને રાખ

May 06, 2025

ઉજ્જૈનના મહાકાલ મંદિરના ગેટ નંબર 1 પર અવંતિકા ગેટ કંટ્રોલ રૂમની ઉપરના સોલાર પેનલના કંટ્રોલ રૂમ અને બેટરીમાં આગ લાગી હતી. પ્રાથમિક માહિતી મુજબ, લાખોનો માલ બળીને રાખ થઈ ગયો છે. હાલમાં, ભક્તોને મંદિરમાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા છે. મહાકાલ મંદિરની છત પર લગાવેલા સોલાર પેનલનું કંટ્રોલ અને બેટરી સંપૂર્ણપણે બળી ગયા.

માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ ઓલવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા. આગ કાબુમાં આવ્યા બાદ, બળી ગયેલી વસ્તુઓને ત્યાંથી બહાર કાઢવામાં આવી હતી. મહાકાલ લોક સંકુલની બાજુથી મહાકાલ મંદિરમાં પ્રવેશ માટે શંખ દ્વાર છે. આ ગેટ પાસે આવેલા એક ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે આગ લાગી હતી.

થોડી જ વારમાં આગે ભયંકર સ્વરૂપ ધારણ કરી લીધું. ચારે બાજુ કાળો ધુમાડો ફેલાઈ ગયો. આ અચાનક બનેલી ઘટનાથી ત્યાં હાજર અનેક ભક્તોમાં ગભરાટ ફેલાયો હતો. VIP એન્ટ્રી આ જગ્યાએથી થાય છે, પ્રોટોકોલ ઓફિસ પણ ત્યાં જ આવેલી છે. ગેટ નંબર એક પણ અહીં છે.