Breaking News :
રાંચીમાં રણસંગ્રામ! વિધાનસભા પરિસરમાં ઘૂસ્યા વિદ્યાર્થીઓ, ગેટ પાસે જ આંદોલન; અન્ય જિલ્લાની પોલીસ ફોર્સ બોલાવાઈ પ્રચંડ વહેણમાં કાર તણાઇ, 8 લોકોના કરુણ મોત! મધ્ય પ્રદેશમાં ભારે વરસાદ વચ્ચે મોટી દુર્ઘટના સાઉદી અરબમાં સોફા ફેક્ટરીમાં ભીષણ આગ, 16 બાંગ્લાદેશી શ્રમિકોના મોત સુરતમાં નવી સિવિલ હોસ્પિટલના બોયઝ પીજી હોસ્ટેલમાં 29 વર્ષીય રેસિડેન્ટ ડોક્ટરના આપઘાતમાં રેગિંગનો ઘટસ્ફોટ ઝારખંડમાં ત્રીજા રાઉન્ડની બેઠકમાં સરકારે 50% માગણી સ્વીકારી છતાં વિદ્યાર્થીઓનું આંદોલન યથાવત રહેશે કેનેડામાં બ્રિટિશ કોલંબિયાના વિક્ટોરિયા એરપોર્ટ પર બાળકે સીટબેલ્ટ બાંધવાનો ઇનકાર કરતા પોર્ટર એરલાઇન્સની ફ્લાઇટ રદ

ટીકા કરનારાઓને વિરાટએ આપ્યો સણસણતો જવાબ

February 24, 2025

કેપ્ટન રોહિત શર્માના આઉટ થયા બાદ વિરાટ કોહલી ક્રિઝ પર આવ્યો અને અંતે ટીમને જીત અપાવીને જ પરત ફર્યો. જીત બાદ તેણે કહ્યું, 'મારું કામ સ્પષ્ટ હતું, મારે મિડલ ઓર્ડરમાં વસ્તુઓ પર નિયંત્રણ રાખવાનું હતું. સ્પિનરો સામે જોખમ લેવાનું ન હતું અને ઝડપી બોલરો સામે રન બનાવવાના હતા. હું જે રીતે રમું છું અને વનડેમાં આ રીતે રમું છું તેનાથી હું ખુશ છું.

વિરાટ કોહલીએ શ્રેયસ અય્યર અને શુભમન ગિલના વખાણ કર્યા અને કહ્યું કે બંનેએ શાનદાર બેટિંગ કરી હતી. આ સ્થિતિમાં ટીમના તમામ બેટ્સમેનોએ શાનદાર ઇનિંગ્સ રમી હતી. હું ફિલ્ડિંગમાં મારું સંપૂર્ણ 100 ટકા આપવા માંગુ છું. જ્યારે તમે તમારું માથું નીચે રાખો અને કામ પર ધ્યાન કેન્દ્રિત કરો છો, ત્યારે વસ્તુઓ સારી રીતે થઈ જાય છે.'

આ મેચ પહેલા વિરાટ કોહલી તેના પ્રદર્શનને લઈને સવાલોથી ઘેરાઈ ગયો હતો. સદી ફટકારવાની સાથે જ કોહલીએ મેચને સંપૂર્ણ રીતે પૂરી કરી દીધી અને અંત સુધી અણનમ રહ્યો. તેની શાનદાર બેટિંગ માટે તેને પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ પણ આપવામાં આવ્યો હતો. વિરાટની ફોર્મમાં વાપસી જોઈને દરેક પ્રશંસક ખુશ દેખાય છે.