'અમે ઉદ્ધવ જેવા નથી, મુખ્યમંત્રી તરીકે ફડણવીસને અમારું સમર્થન', શિંદે જૂથના સાંસદનું મોટું નિવેદન
November 27, 2024
મહારાષ્ટ્રના રાજકારણમાં આ દિવસોમાં ભારે ઉથલપાથલ ચાલી રહી છે. પરિણામો જાહેર થયા બાદ પણ મુખ્યમંત્રીનો ચહેરો હજુ સ્પષ્ટ નથી થયો. આગામી મુખ્યમંત્રીને લઈને ભારતીય જનતા પાર્ટી અને શિવસેના (શિંદે) વચ્ચે ટક્કર ચાલી રહી છે. મીડિયા અહેવાલ મુજબ શિંદે જૂથના નેતાએ મોટું નિવેદનઆપતા કહ્યું છે કે, 'અમે ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસને રાજ્યના મુખ્યમંત્રી તરીકે સ્વીકારવા તૈયાર છીએ.' તેમજ શિંદે જૂથના નેતાએ સ્પષ્ટપણે કહ્યું છે કે, 'અમારા જૂથની વિચારધારા ઉદ્ધવ ઠાકરેના શિવસેના જૂથ કરતાં અલગ છે.'
શિવસેનાના સાંસદ નરેશ મ્હસ્કેએ કહ્યું છે કે, 'જો મહાગઠબંધન દ્વારા આવો નિર્ણય લેવામાં આવશે તો શિંદે જૂથ દેવેન્દ્ર ફડણવીસને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે સ્વીકારશે. અમે ઉદ્ધવ ઠાકરે નથી કે અમને મુખ્યમંત્રી પદ આપવામાં ન આવે તો છોડી દઈએ, અમે મહાયુતિ દ્વારા લેવામાં આવેલા નિર્ણયને સ્વીકારીશું અને દેવેન્દ્ર ફડણવીસને અમારા નેતા તરીકે પણ સ્વીકારીશું. આ બાબતે અમે એકનાથ શિંદેથી પણ નારાજ નથી.'
રાજકીય સૂત્રોના જણાવ્યા અનુસાર શિંદે જૂથ અને ભાજપ વચ્ચે મુખ્યમંત્રી પદને લઈને સમજૂતી થઈ શકે છે. દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી અને એકનાથ શિંદેને નાયબ મુખ્યમંત્રી બનાવવાની હાલ ચર્ચાઓ થઈ રહી છે. આ અંગે શિંદે જૂથના નેતાએ એમ પણ કહ્યું કે, 'જો રાજ્યના લોકોના હિતમાં નિર્ણય લેવામાં આવે તો અમે કોઈપણ પરિસ્થિતિમાં સત્તાની વહેંચણી અંગે સુગમતા બતાવવા માટે તૈયાર છીએ.'
Related Articles
મહાકુંભમાં યોજાશે એકતાનો મહાયજ્ઞ- વડાપ્રધાન મોદી
મહાકુંભમાં યોજાશે એકતાનો મહાયજ્ઞ- વડાપ્ર...
એરપોર્ટ, રેલવે, બંદર બધું એક જ વ્યક્તિને આપી દેવાયું : પ્રિયંકા ગાંધીના પ્રહાર
એરપોર્ટ, રેલવે, બંદર બધું એક જ વ્યક્તિને...
Dec 13, 2024
સુપ્રીમ કોર્ટે ખેડૂત આંદોલન મુદ્દે પંજાબ-કેન્દ્રને આપી ચેતવણી
સુપ્રીમ કોર્ટે ખેડૂત આંદોલન મુદ્દે પંજાબ...
Dec 13, 2024
બેલેટ પર ચૂંટણી યોજી બતાવો, દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જશે' : પ્રિયંકા ગાંધી
બેલેટ પર ચૂંટણી યોજી બતાવો, દૂધનું દૂધ પ...
Dec 13, 2024
મહારાષ્ટ્રમાં પવારે નાણાં મંત્રાલયની જીદ પકડી, શિંદેને મનાવવા ભાજપમાં દોડાદોડ
મહારાષ્ટ્રમાં પવારે નાણાં મંત્રાલયની જીદ...
Dec 13, 2024
કાનપુર : પહેલાથી વિવાહિત ACPએ IITની વિદ્યાર્થીનીને હવસનો શિકાર બનાવ્યાનો આરોપ
કાનપુર : પહેલાથી વિવાહિત ACPએ IITની વિદ્...
Dec 13, 2024
Trending NEWS
13 December, 2024
13 December, 2024
13 December, 2024
13 December, 2024
13 December, 2024
13 December, 2024
12 December, 2024
12 December, 2024
11 December, 2024
11 December, 2024
Dec 13, 2024