પત્ની અલગ રહે છે, પુત્રીઓને સાથે રાખવા માટે કરાવ્યું લિંગ પરિવર્તનઃ હવે કહે છે હું પણ 'મા' છું

January 10, 2023

ક્વીટો : દક્ષિણ અમેરિકાના દેશ એક્વાડોરમાં લિંગ પરિવર્તનનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. ત્યાં એક વ્યક્તિએ પોતાની પુત્રીઓને સાથે રાખવા માટે પોતાનું લિંગ-પરિવર્તન કરાવ્યું છે.  આ વ્યક્તિનું નામ રેને સેલિનાસ રામોસ છે. તેની ઉંમર 47 વર્ષ છે. હકીકતમાં રામોસની પત્ની તેનાથી અલગ રહે છે પરંતુ રામેસ પોતાની પુત્રીઓથી દૂર રહેવા માંગતા નહોતા તેથી તેમણે પોતાની પુત્રીઓને સાથે રાખવા માટેનો કાયદાકીય અધિકાર મેળવવા માટે પુરુષમાંથી મહિલા બનવાનો નિર્ણય લીધો હતો. 

મળતી માહિતી અનુસાર રામોસે પોતાની પુત્રીઓને માતા જેવો પ્રેમ આપવાનું હેતુંથી આ પગલું ભર્યું છે. તેમણે કહ્યું હતું કે મે જે એક મા જે પ્રકારનો પ્રેમ અને સુરક્ષા પોતાના બાળકોને આપી શકે છે તે હું પણ કરી શકું તે માટે એટલા માટે આ બધું કર્યું છે. તમને જણાવી દઈએ કે એક્વાડોરમાં લિંગ-પરિવર્તનને કાનૂની અધિકાર છે. અહીં 215માં આવો કાયદો અમલામાં આવ્યો હતો જેની હેઠળ દેશના લોકોને આ કાયદાકીય અધિકાર આપવામાં આવ્યો હતો. 

રામોસના ઓફિશિયલ આઈડી કાર્ડ અનુસાર હવે તે 'ફેમેનિનો' છે. જો કે હજુ પણ તે પોતાની જાતને સિસજેન્ડર પુરુષ તરીકે રજૂ કરે છે. રામોસનો દાવો છે કે તેમની બંને પુત્રીઓ પોતાની માતાના ઘરમાં અપમાનજનક વાતાવરણમાં રહે છે. તેમણે કહ્યું હતું કે તે છેલ્લા 5 મહિનાથી પુત્રીઓને જોઈ શક્યો નથી. પુત્રીઓની કસ્ટડીને લઈને કાનૂની લડાઈ હજુ પણ ચાલી રહી છે.