પાકિસ્તાનના બન્નુ શહેરમાં પ્રચંડ વિસ્ફોટ : ઈમારતો અને દુકાનોનો કચ્ચરઘાણ

July 15, 2024

પાકિસ્તાનમાં આવેલા બન્નુ શહેરમાં સોમવારે વહેલી સવારે પ્રચંડ વિસ્ફોટ થયો છે. આ બ્લાસ્ટ એટલો જોરદાર હતો એનું અનુમાન એ વાત પરથી લગાવી શકાય છે કે શહેરની ઘણી ઈમનારતો અને દુકાનો ક્ષતિગ્રસ્ત થઈ હતી. વિસ્ફોટને લીધે દુકાનોને ભારે નુકસાન થવા પામ્યું છે. અચાનક થયેલી વિસ્ફોટમાં આસપાસમાં ભયનો માહોલ છે. બન્નુ શહેરની સૈન્ય છાવણીમાં ગોળીબાર ચાલુ હોવાથી પોલીસે અને જવાનોએ આખો વિસ્તાર સીલ કરી દીધો છે.

આ બ્લાસ્ટ થયાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં ગોળીબારનો જોરદાર અવાજ સ્પષ્ટ સંભળાઈ રહ્યો છે. વિસ્ફોટ સવારના સમયે થયો હતો. બન્ન શહેરની સૈન્ય છાવણીમાં વિસ્ફોટ થયાની જવાબદારી જૈશ ફુરસાન-ઐ-મોહમ્મદે લીધી છે. આ એક કુખ્યાત આતંકવાદી જૂથ છે અને ગુલ બહાદૂર જૂથ સાથે સંકળાયેલું છે.

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનના સૌથી અશાંત મનાતા ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતના બન્નુ શહેરમાં કોહાટી ગેટ પર આ બ્લાસ્ટ થયો છે. એક હુમલાખોરે દરવાજા પર જ પોતાના વાહનમાં વિસ્ફોટ કરી દીધો હતો. જો કે હુમલાખોર સુરક્ષા તોડવામાં નિષ્ફળ રહ્યો હતો. ત્યારબાદ હુમલાખોરે પોતાની જાતને બોમ્બથી ઉડાવી દીધી હતી. હાલ આ વિસ્તારમાં ગોળીબાર ચાલુ છે.