સરહદ પર શાંતિ વિના બંને દેશોના સંબંધો સામાન્ય ન રહી શકે : એસ.જયશંકર
December 03, 2024
દિલ્હી: ભારત અને ચીન વચ્ચે વર્તમાન સમયમાં સંબંધો કેવા છે, બંને દેશોની સરહદ પર સ્થિતિ છું ? તે અંગે વિદેશમંત્રી એસ.જયશંકરે લોકસભામાં તમામ જવાબ આપ્યા છે. તેમણે સ્પષ્ટ કહ્યું છે કે, બંને દેશો તરફથી પૂર્વ લદ્દાખના વિસ્તારોમાં સેના પાછી ખેંચવાની કામગીરી પુરી થઈ ગઈ છે. બંને દેશો સરહદ વિવાદ ઉકેલવા માટે દાયકાઓથી વાત કરી રહી છે. અમે પરસ્પર સહમતિથી વિવાદ ઉકેલવા માટે સંમત થયા છીએ. ચીને મે-જૂન 2020માં સરહદ પર અનેક સૈનિકો તહેનાત કર્યા હતા, જેના કારણે ભારતીય સેનાને પેટ્રોલિંગ કરવામાં સમસ્યા ઉભી થઈ હતી. ગલવાન ખીણમાં અથડામણ થયા બાદ બંને દેશો વચ્ચે તણાવ વધ્યો હતો. પછી ભારતે પણ વળતો જવાબ આપી LCA પર મોટી સંખ્યામાં હથિયારો અને સૈનિકો તહેનાત કર્યા હતા.
તેમણે લોકસભામાં કહ્યું કે, એલએસી પર ડિસએન્ગેજમેન્ટની કામગીરી પુરી થઈ ગઈ છે. લદ્દાખ અને ડેમચોકમાં પણ કામગીરી પુરી કરી દેવાઈ છે. હવે અમે તણાવ ઘટાડવા સહિતના મુદ્દાઓ પર વાતચીત કરી રહ્યા છીએ. નવી ટેકનોલોજીનો ઉપયોગ ઊંચાઈવાળા વિસ્તારોમાં કરવામાં આવશે. અમે આપણા સૈનિકોની મદદ કરવા માટે તત્પર છે. આપણા સંબંધો ચીન સાથે સુધરી રહ્યા છે, જોકે ઘર્ષણ પહેલા જે સંબંધો હતા, તેવા સંબંધો હાલ સંપૂર્ણ સુધર્યા નથી. આગામી સમયમાં અમે ચીન સાથે ચર્ચા કરીશું કે, હવે વિવાદ ન થવો જોઈએ.
તેમણે ભાષણમાં કહ્યું કે, વર્ષ 1991માં બંને દેશો એલએસપી પર શાંતિ જાળવવા માટે સંમત થયા હતા. 1993માં એલએસી પર શાંતિને બહાલી આપવા માટે સહમતી યથાવત્ રાખી હતી. બંને દેશો સ્થિતિ સુધારવા માટે પ્રતિબદ્ધ છે. બંને દેશો વચ્ચે જ્યારે પણ બેઠક કરવામાં આવી છે, ત્યારે તે સમજૂતીને યાદ કરવામાં આવી છે. ભારત તરફથી એવું પણ કહેવામાં આવ્યું છે કે, હવે આગામી સમયમાં આવી ઘટનાઓ ન બનવી જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે, તાજેતરના અનુભવો થયા બાદ અમે સરહદ પર વધુ કડક કાર્યવાહી કરી છે. બંને પક્ષો સરહદ પર કડકાઈથી સુરક્ષાનું પાલન કરી રહ્યા છે. સરહદ પર અગાઉ જેવી ઘટનાઓ બનતી હતી, તેવી ઘટનાઓ હવેના સમયમાં ન બની, તે માટે સમજુતીનું પાલન કરવું જરૂરી છે. સરકારે કહ્યું છે કે, જ્યાં સુધી સરહદ પર સ્થિતિ સામાન્ય ન થાય, ત્યાં સુધી ભારત-ચીન વચ્ચેના સંબંધો હજુ સામાન્ય ન થઈ શકે. અમે સ્પષ્ટ કહી રહ્યા છીએ કે, શાંતિ અને સમજુતી વગર જ સંબંધો સારા બમવાની ગેરેંટી છે. ચીનના વિદેશ મંત્રી અને સંરક્ષણ મંત્રીએ પણ ચીનના સમકક્ષો સાથે વાત કરી છે
Related Articles
15 સેકન્ડમાં 5 લોકોને કાળ ભરખી ગયો, રાજસ્થાનમાં સામ-સામે બે કાર વચ્ચે ભીષણ ટક્કર
15 સેકન્ડમાં 5 લોકોને કાળ ભરખી ગયો, રાજસ...
સુવર્ણ મંદિરમાં ગોળીબાર, પૂર્વ ડે.સીએમ સુખબીર બાદલ પર જીવલેણ હુમલાથી હડકંપ
સુવર્ણ મંદિરમાં ગોળીબાર, પૂર્વ ડે.સીએમ સ...
Dec 04, 2024
ઉદ્ધવ ઠાકરે ફરી હિન્દુત્વની શરણે! બીએમસી ચૂંટણી પહેલાં કાર્યકર્તાઓને કર્યું આહ્વાન
ઉદ્ધવ ઠાકરે ફરી હિન્દુત્વની શરણે! બીએમસી...
Dec 03, 2024
હવે ગરીબો કોર્ટ-કચેરીમાં પગ મૂકતાં ગભરાશે નહીં, સમય પર મળશે ન્યાય : મોદી
હવે ગરીબો કોર્ટ-કચેરીમાં પગ મૂકતાં ગભરાશ...
Dec 03, 2024
શિંદેની નારાજગી સમાપ્ત, ગૃહ ખાતાની જીદ પણ છોડી
શિંદેની નારાજગી સમાપ્ત, ગૃહ ખાતાની જીદ પ...
Dec 03, 2024
મહારાષ્ટ્રમાં અજિત પવારે પણ ફસાવ્યો પેચ ! રાજ્યપાલ-કેન્દ્રીય મંત્રી સહિતની માંગ કરી
મહારાષ્ટ્રમાં અજિત પવારે પણ ફસાવ્યો પેચ...
Dec 03, 2024
Trending NEWS
03 December, 2024
03 December, 2024
03 December, 2024
03 December, 2024
03 December, 2024
03 December, 2024
03 December, 2024
03 December, 2024
03 December, 2024
03 December, 2024
Dec 04, 2024