15 સેકન્ડમાં 5 લોકોને કાળ ભરખી ગયો, રાજસ્થાનમાં સામ-સામે બે કાર વચ્ચે ભીષણ ટક્કર

December 04, 2024

રાજસ્થાનના સરદારશહેરમાં ગઈકાલે મોડી રાત્રે ભીષણ અકસ્માત સર્જાતાં પાંચ લોકોના મોત નીપજ્યા છે અને બે જણ ગંભીર રૂપે ઘાયલ થયા છે. ચુરૂ-હનુમાનગઢ મેગા હાઈવે પર એક કાર કેન્ટર અને ટાટા સફારી કાર આમને-સામને ભયાનક રીતે અથડાઈ હતી. બંને કારનો કુચો વળી ગયો હતો. ઈજાગ્રસ્તોને બિકાનેરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

કારમાં સવાર છ લોકોમાંથી પાંચના મોત નીપજ્યા હતા. આ અકસ્માત એટલો ભીષણ હતો કે, કારનો કુચો વળી ગયો હતો. જેના પગલે મૃતકો અને ઘાયલોને કારમાંથી બહાર કાઢવા માટે ક્રેન મગાવવી પડી હતી. આશરે 2 કલાકની મહેનત બાદ તેમને કારમાંથી બહાર કાઢવામાં સફળ રહી હતી. આ અકસ્માત 3 ડિસેમ્બર, મંગળવાર રાત્રે આશરે અઢી વાગ્યે થયો હતો. ડીસીપી રામેશ્વર લાલ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતાં.  પોલીસ ઈન્સ્પેક્ટર અરવિંદ કુમારે જણાવ્યું હતું કે, ટાટા સફારી સરદારશહેરથી હનુમાનગઢ તરફ જઈ રહી હતી, ત્યારે અચાનક હાઈવે પર બુકનસર ફાંટાની પાસે અકસ્માત સર્જાયો હતો. જેમાં મૃત્યુ પામનારા ત્રણ ડુંગરગઢના, બે સરદારશહેરના અને એક સીકરનો રહેવાસી હતો.