જતાં જતાં બાયડેને યુક્રેન માટે ખજાનો ખોલ્યો એવા ઘાતક શસ્ત્રો આપ્યા જેથી માનવ અધિકાર સંસ્થા ભડકી
December 04, 2024
આ સેનાકીય સહાયમાં કેટલીયે ડ્રોન વિરોધી સીસ્ટીમ, હાઈ-મોબિલિટી આર્ટીલરી રોકેટ સીસ્ટીમ, (એચઆઈએમઆરએસ) અને એન્ટી પર્સનલ લેન્ડ માઈન્સ પણ સામેલ છે. બાયડેનના આ નિર્ણય અંગે ચર્ચાનું બજાર તેજ થઈ ગયું છે. તેમાં પણ આર્મી ટેક્ટિકલ મિસાઇલ સીસ્ટીમ, (એ.ટી.એ.સી.એમ.એસ) અંગે તો ભાત-ભાતની અટકળો થઈ રહી છે. કારણ કે તેમાં લાંબા અંતર સુધીની મારક ક્ષમતા છે. વાસ્તવમાં યુક્રેન ઘણા સમયથી તેનો ઉપયોગ રશિયામાં ૧૮૬ માઇલ સુધી અંદરની બાજુએ કરવા માંગે છે. જોકે હજી તે સ્પષ્ટ નથી થયું કે યુક્રેન મોકલનારી શસ્ત્ર ખેપમાં તે સામેલ કરાશે કે કેમ ? ગંભીર બાબત તે છે કે, તેઓ યુક્રેનને એન્ટી પર્સનલ માઇન્સ (લેન્ડ માઇન્સ) આપવા માગે છે કે જેની ઉપર કોઈનો પગ પડે કે તે તુર્તજ ફૂટે આથી સૈનિકના ફુર્ચા ઉડી જાય. એન્ટી-ટેન્ક માઇન્સ હોય છે. જેની ઉપરથી ટેન્ક કે વાહન પ્રસાર થાય તો તેના ફુર્ચા ઉડી જાય. માનવ અધિકાર સંસ્થાનું કહેવું છે કે, આ માઈન્સ પૈકી કેટલીયે યુદ્ધ પછી પણ જમીનમાં દટાયેલી પડી હોય છે તે પર કોઈ અજાણતાં ચાલે તો નિર્દોષ નાગરિક મરી જાય છે. માટે બાયડેનનું આ પગલું નિદંનીય બની રહે છે. બીજી તરફ અમેરિકાની સરકારે તેને યુક્રેન માટે તત્કાળ જરૂરી કહ્યું છે સાથે તેમ પણ કહ્યું છે કે તે માઇન્સથી બચવા માટે સામાન્ય નાગરિકો અકારણ નુકસાનમાંથી બચવા માટે પ્રશિક્ષિત કરવામાં આવશે. તેટલું જ નહીં પરંતુ અમુક નિશ્ચિત સમય પછી તે માઇન્સ સ્વયમેય નિષ્ક્રિય થઈ જાય તેવી સંરચના કરવામાં આવી છે.
Related Articles
'મારા શપથ પહેલા ઈઝરાયલી બંધકો મુક્ત ન કર્યા તો...' ટ્રમ્પે મધ્યપૂર્વમાં વિનાશની ધમકી ઉચ્ચારી
'મારા શપથ પહેલા ઈઝરાયલી બંધકો મુક્ત ન કર...
સીરિયા ફરી અખાડો બન્યું! અમેરિકા-તૂર્કી બળવાખોરોની પડખે, રશિયા પ્રમુખ અસદની તરફેણમાં
સીરિયા ફરી અખાડો બન્યું! અમેરિકા-તૂર્કી...
Dec 03, 2024
ઓસ્ટ્રેલિયામાં માછીમારોની બોટમાંથી 2.3 ટન કોકેઈન જપ્ત, 13 લોકોની ધરપકડ
ઓસ્ટ્રેલિયામાં માછીમારોની બોટમાંથી 2.3 ટ...
Dec 03, 2024
ચિન્મય દાસ એક મહિનો રહેશે જેલમાં! કોઇ વકીલ ન રહ્યું હાજર
ચિન્મય દાસ એક મહિનો રહેશે જેલમાં! કોઇ વક...
Dec 03, 2024
સીરિયામાં બે દિવસથી વિદ્રોહ વધતા પુતિને ઈરાનના રાષ્ટ્રપતિ સાથે વાત કરી
સીરિયામાં બે દિવસથી વિદ્રોહ વધતા પુતિને...
Dec 03, 2024
શેખ હસીનાએ દર વર્ષે 13 લાખ કરોડ રૂપિયાની ચોરી કરી... બાંગ્લાદેશ સરકારના રિપોર્ટમાં દાવો
શેખ હસીનાએ દર વર્ષે 13 લાખ કરોડ રૂપિયાની...
Dec 02, 2024
Trending NEWS
04 December, 2024
04 December, 2024
04 December, 2024
04 December, 2024
03 December, 2024
03 December, 2024
03 December, 2024
03 December, 2024
03 December, 2024
03 December, 2024
Dec 03, 2024